મંત્રી વાસણભાઈના સગા જ ઠગાઈનો ભોગ બનતા ચકચાર

1054

રાજ્યના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ મંત્રી વાસણ આહિરના નામે લાખો રૂપિયાના ઉઘરાણા કરાવાની આશ્ચર્યજનક ઘટના બહાર આવી છે. એટલું જ નહીં ખુદ મંત્રી વાસણ આહિરે જ પોતાના નામે કોઈ ઉઘરાણા કરી રહ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. રસપ્રદ છે કે આ સમગ્ર પ્રકરણમાં ટ્રુ-કોલર એપનો કોઈ ભેજાબાજે બરાબરનો દુરુપયોગ કર્યો છે અને ફોન કરનારી વ્યક્તિનું નામ ઓળખાઈ જાય તે માટે ઉપયોગમાં આવતી આ એપનો સામે વાળી વ્યક્તિમાં વિશ્વાસ બેસે તે માટે ખૂબીપૂર્વક ઉપયોગ કરાયો છે. વાસણ આહિરના અંગત સચિવે ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો પ્રમાણે ગઠિયાઓએ જે નંબર પરથી વાસણભાઈ આહિરના સબંધીઓ ને ફોન કર્યા હતા તે નંબર પર ટ્રુ કોલરમાં જઈને વાસણ આહિર નામ લખી દીધુ હતુ અને એ પછી ફોન કર્યા હતા.

ફોન પર નજીકના સગાને અકસ્માત થયો છે તેમ કહીને વાસણભાઈ આહિરના નામે સબંધીઓ પાસે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમિયાન મંત્રીના સચિવે આ મામલે ગાંધીનગર ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતના મંત્રી વાસણ આહિરના સગા પર કોઈ વ્યક્તિનો ફોન આવે છે અને તે પોતાની ઓળખ મંત્રીજી તરીકે આપે છે અને વિશ્વાસમાં લઈને લાખ-બે લાખ રૂપિયાની માગણી કરે છે.

ટ્રુ કોલર એપનો આ સમગ્ર ઠગાઈ માટે ઉપયોગ કરાયો છે. પહેલા ગઠિયાએ ટ્રુ કોલર એપમાં પોતાનો નંબર વાસણ આહિરના નામે સેવ કરી લીધો હતો. ત્યારબાદ તે નંબર પરથી મંત્રીના સગાઓને ફોન કરાયા.મંત્રીના જે સગાને ફોન જાય તેના ટ્રુ કોલર આઈડીમાં આ નંબર વાસણ આહિરના નામે દેખાય એટલે તેને વિશ્વાસ બેસે કે આ ફોન વાસણ આહિર દ્વારા જ કરવામાં આવ્યો છે.ફોન કરનાર વ્યક્તિ પોતાની વાસણ આહિર તરીકે ઓળખ આપીને કહે છે કે, “મારા નજીકના સગાને અકસ્માત થયો છે. હોસ્પિટલમાં લાખો રૂપિયાનું બિલ ભરવાનું છે તો હાલ થોડા રૂપિયા મોકલી આપો.”મંત્રી વાસણ આહિરના દસથી વધુ સગાને આ રીતે ફોન કરીને રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. કોઈ સગાએ મંત્રી આહિરને આ અંગે જાણ કરી તો સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો. મંત્રીએ પોતે આ નંબર પર ફોન કરતા એક વાર વાત થઈ અને પછીથી આ નંબર સ્વીચઓફ આવે છે. અત્યાર સુધીમાં લાખો રૂપિયા આ રીતે ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું બહાર આવ્યું.

Previous articleCBSE માં ગણિતમાં નબળા વિદ્યાર્થીને સહેલુ પેપર અપાશે
Next articleવર્ક પરમિટને ખત્મ કરવાનો નિર્ણય રોકતું બિલ અમેરિકન સંઘમાં રજૂ