વર્ક પરમિટને ખત્મ કરવાનો નિર્ણય રોકતું બિલ અમેરિકન સંઘમાં રજૂ

623

ટ્રમ્પ સરકારે એચ-૧બી વીઝા ધારકોના જીવનસાથીને કામ કરવાની મંજૂરી (વર્ક પરમિટ)ને ખત્મ કરવાનો નિર્ણય રોકતું બિલ અમેરિકન સંઘમાં રજૂ કરાયું છે. બે અમેરિકન સાંસદો અન્ના જી ઇશા અને જો લૉફગ્રેને આ બિલને રજૂ કર્યું.

તેમનું કહેવું છે કે એચ-૧બી વીઝા ધારકોના જીવનસાથીને મળનાર આ લાભને ખત્મ કરવાથી વિદેશી કર્મચારી પોતાના દેશ પાછા ફરશે અને પોતાની પ્રતિભાનો ઉપયોગ અમેરિકન કંપનીઓ સામે હરિફાઇ કરશે. અમેરિકામાં એચ-૧બી વીઝા ધારકોના જીવનસાથી (પતિ-પત્ની)ને એચ-૪ વીઝા અપાય છે. આ એક બિન પ્રવાસી વીઝા છે કે અમેરિકન કંપનીઓને કેટલાંક ખાસ ક્ષેત્રોમાં ખાસ યોગ્યતા ધરાવનાર વિદેશી કર્મચારીઓની ભરતીને મંજૂરી આપે છે.

આ વીઝા ભારતીય આઈટી પ્રોફેશલની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. ટ્રમ્પ સરકારની વર્ક પરમિટને ખત્મ કરવાના પ્રયાસોની વચ્ચે અમેરિકન સાંસદ અન્ના જી ઇશૂ અને જૉ લૉફગ્રેને એચ-૪ રોજગાર સંરક્ષણ બિલ રજૂ કર્યું છે. ૧,૦૦,૦૦૦ કર્મચારી ખાસ મહિલાઓને કામ કરવાની મંજૂરી મળી છે. તેનાથી અમેરિકાની પ્રતિસ્પર્ધા ગતિવિધિઓમાં સુધારો થયો છે અને સાંસદોએ ગૃહમાં બિલ રજૂ કર્યા બાદ કહ્યું કે જ્યારથી તેઓ આ નિયમ લાગૂ યો ચે ૧૦૦૦૦૦ કર્મચારીઓ ખાસ કરીને મહિલાઓને કામ કરવાની મંજીરી નથી. આનાથી અમેરિકાની હરિફ ગતિવિધિઓમાં સુધારો થયો છે અને હજારો એચ-૧બી વીઝા ધારકો અને તેમના પરિવારનો આર્થિક બોજ ઘટ્યો છે.

ઇશુ એ કહ્યું કે આ નિયમને સમાપ્ત કરવાથી કેટલાંય પ્રવાસીઓ કે અથવા તો પોતાના પરિવારોને વિભાજીત કરવા માટે મજબૂર થવું પડશે અથવા તો તેને પોતાના દેશ પાછું ફરી અમેરિકન વ્યવસાયોની વિરૂદ્ધ હરિફાઇ કરવા માટે પોતાની પ્રતિભાનો ઉપયોગ કરશે.

Previous articleમંત્રી વાસણભાઈના સગા જ ઠગાઈનો ભોગ બનતા ચકચાર
Next articleમ.પ્રદેશમાં ભાજપે બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો ‘દ્રષ્ટિ પત્ર’, દર વર્ષે ૧૦ લાખ નોકરીનું વચન