મધ્ય પ્રદેશની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાને ‘દ્દષ્ટિપત્ર’ નામ આપ્યું છે. આજે ભોપાલમાં નાણામંત્રી અરૂણ જેટલી અને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં બીજેપીએ ‘દ્દષ્ટિપત્ર’ જાહેર કર્યું હતું.
મધ્યપ્રદેશમાં ચોથી વખત સત્તામાં પાછા આવવાની કોશિશ કરી રહેલી બીજેપીએ જનતા માટે અનેક વાયદાઓ કર્યા છે. રાજ્ય સરકારે યુવાઓને નોકરી આપવા માટે દર વર્ષે ૧૦ લાખ રોજગાર પૈદા કરવાનો વાયદો કર્યો છે.
સીએમે યુવા ઉદ્યમિયોને સ્ટાર્ટઅપની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. સીએમ શિવરાજે સિંહ ચૌહાણે કહ્યું કે, રાજ્યમાં નવા ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ સ્થાપિત કરવામાં આવશે. તેના સિવાય વેપારી કલ્યાણ કોષની સ્થાપના કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સીએમે વધુમાં કહ્યું કે, જો ભાજપની સરકાર ફરીથી રાજ્યમાં બનશે તો બારમા ધોરણમાં ૭૫ ટકાથી વધારે માર્ક્સ લાવનાર છોકરીઓને તેમની સરકાર સ્કૂટી આપશે. મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર ભાર મૂકતા સીએમે કહ્યું કે, અમારી સરકારે મહિલાઓને અશક્તિકરણમાં કોઇ કસર છોડી નથી. આ વખતે સરકારે નારી શક્તિ સંકલ્પ પત્ર રજૂ કર્યું છે જેમાં મહિલા સશક્તિકરણ માટે સ્વંય સહાયતા જૂથોની પસંદગી કરવામાં આવશે. તેના સિવાય તેજસ્વિની દ્વારા સ્વરોજગારને અભિયાન બનાવવામાં આવશે.