ગાંધીનગર જિલ્લા પંચાયતને આપવામાં આવેલી રેતીકાંકરીની ગ્રાંટમાંથી ૨૧ ટકા ગ્રાંટ અનુ.જાતિના વિસ્તારમાં ફાળવવા અંગે સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી અરજીને આધારે અનુ.જાતિ કલ્યાણ વિભાગના નિયામકે જિલ્લા કલેક્ટર અને ડીડીઓને નિયમોનુસાર કરવા માટે સુચના આપી હતી પણ આ સુચના બાદ મળેલી સામાન્ય સભામાં અનુસુચીત જાતિ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોય તેમ પંચાયત પ્રમુખ સામે આંગળીઓ ચિંધાઇ છે.
આ અંગે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એલ.એન. પરમારે રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા અનુસુચિત જાતિના વિસ્તારમાં વિકાસ કામો યોગ્ય રીતે કરવામાં આવતાં નથી એટલું જ નહીં પોતાની પાર્ટીની એટલે કે કોંગ્રેસની જ જિલ્લા પંચાયત હોવા છતાં તેમને કરેલી અરજીઓ જિલ્લા પ્રમુખ ગ્રાહ્ય રાખતાં નથી જેને લઇને તેમને અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગમાં અરજી કરી હતી. જેના જવાબમાં આ વિભાગના નિયામકે જિલ્લા કલેક્ટર અને ડીડીઓને સ્પષ્ટ સુચન કર્યું હતું કે, ગાંધીનગર જિલ્લા પંચાયતને ફાળવવામાં આવેલી રેતીકાંકરીની ગ્રાન્ટમાંથી ૨૧ ટકા હિસ્સો અનુસુચિત જાતિ – જનજાતિના વિસ્તારના વિકાસ કામો માટે ફાળવવી.
પરંતુ નિયામકનું આ સુચન ફક્ત કાગળ બની રહી ગયું હોય તેમ સુચના બાદ મળેલી સામાન્ય સભામાં જિલ્લા પ્રમુખની સુચનાથી રેતીકાંકરીની ગ્રાન્ટની અનુસુચિત જાતિ – જનજાતિના વિસ્તારમાં ફાળવવામાં આવી નથી. જેને લઇને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અને પ્રમુખ સામ સામે આવી ગયાં છે.
Home Gujarat Gandhinagar ગાંધીનગર જિ.પંચાયતને ફાળવેલી રેતીકાંકરીની ગ્રાંટ અનુ.જાતિ વિસ્તારમાં નહીં ફાળવતા રોષ