પીએનબી કૌભાંડ : આરોપી મેહુલ ચોક્સીએ ભારત આવવાની ના પાડી

659

પીએનબી ફ્રોડમાં આરોપી મેહુલ ચોક્સીએ આગામી ત્રણ મહિના સુધી ભારત આવવાની ના પાડી દીધી છે. ચોકસીને ભાગેડુ જાહેર કરવાની માંગણી વિશે દાખલ કરવામાં આવેલી અરજી વિશે મુંબઈની કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન મેહુલના વકીલે કહ્યું કે, ચોક્સી યાત્રા કરવા માટે સંપૂર્ણ સ્વસ્થ નથી. તેથી કોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમનું નિવેદન નોંધી શકે છે. વકીલે કહ્યું કે, ચોક્સીનું નિવેદન નોંધવા માટે ઈડીના ઓફિસર એન્ટીગુઆ પણ જઈ શકે છે.

અથવા તેનું સ્વાસ્થય સારુ થાય અથવા ત્રણ મહિના સુધી રાહ જોઈ શકે છે. તો મેહુલ ચોકસી સાજો થઈને પોતાનું નિવેદન નોંધાવા જાતે જ કોર્ટમાં આવશે. પીએનબી કૌભાંડમાં મેહુલ વિરુદ્ધ સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહી છે. ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરીને મેહુલને ભાગેડુ જાહેર કરવાની અરજી કરી છે.

મેહુલ ચોક્સી નીરવ મોદીની સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં આરોપી છે. નીરવ અને ચોક્સી પર ૨૦૧૧થી ૨૦૧૮ દરમિયાન નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા વિદેશી ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાનો આરોપ છે. મેહુલ હાલ એન્ટીગુઆમાં છે. સીબીઆઈ તેના પ્રત્યર્પણનો પ્રયત્ન કરી રહી છે.

Previous articleમાલદીવના પ્રમુખ સોલિહના શપથવિધિમાં મોદી પહોંચ્યા
Next articleતમિળનાડુ તોફાનમાં મોતનો આંક ૪૦ને પાર : મોદીની પલાનીસામીની સાથે મંત્રણા