કર્ણાટકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ૬ લોકોનાં મોત થયા છે. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત છ લોકોનાં મોત સહિત દશથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હુબલી નજીક નેશનલ હાઈવે નંબર ૬૩ પર આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ બચાવકામગીરી હાથ ધરવામાં આવી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હાલ પોલીસે પણ ઘટના સ્થળે જઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવી દઇએ કે, આજે સવારથી જ દેશના વિવિધ ખુણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે દેશની રાજધાની દિલ્હીના નોઇડા ખાતે પણ એક બસ પિલ્લર સાથે અથડાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં સવાર ૧૨ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.