કિલોગ્રામ માપવાની રીત બદલાઇ, ફ્રાંસમાં કરાઇ સત્તાવાર જાહેરાત

1197

કિલોની વજન કરવાનું ધોરણ બદલાઇ ગયું છે. ફ્રાન્સના વર્સેલ્સમાં કિલોગ્રામની પરિભાષા બદલવાનો નિર્ણય ૬૦ દેશોના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવ્યો.  આ પહેલા કિલોગ્રામનો સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે બાટનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ કિલોગ્રામનું વજનને પેરિસમાં રાખ્યા મિશ્રિત ધાતુ સિલેન્ડર (બાટ)થી નાપવાની જગ્યાએ કોઇ પ્રાકૃતિક ભારને માપવા માટેનુ એકમ બનાવવામાં આવ્યુ છે, જેનુ નામ છે ઁઙ્મટ્ઠહષ્ઠા’જ ર્ષ્ઠહજંટ્ઠહં.

તમને જણાવી દઇએ કે, આ પહેલા એક કિલો ભાર પેરિસમાં રાખ્યા એક ધાતુના સિલિન્ડરને બરાબર માનવામાં આવતો હતો.

આ એક આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનો ભાગ છે, જેના પર વર્ષ ૧૯૮૯માં સહમતિ થઇ હતી. આ પ્રોટોકોલનું નામ ઇન્ટરનેશનલ પ્રોટોકોલ કિલોગ્રામ છે, જેને લ ગ્રૈંડ કે કહેવામાં આવે છે. જેની હેઠળ પેરિસના બ્યૂરો ઇન્ટરનેશનલ ધ પૉઇડ્‌સ એત મીઝર્સ ઇન સેવરેસમાં પ્લેટિનમ અને ઇરીડિયમના મિશ્રણવાળા મિક્સ ધાતુનો નાનો સિલિન્ડરના વજનને એક કિગ્રા માનવામાં આવતુ હતુ. હવે સિલિન્ડરને દર ૩૦-૪૦ વર્ષમાં તપાસ માટે બહાર લાવવામાં આવે છે અને વિશ્વભરના બાટને તેનાથી માપવામાં આવે છે.

પેરિસમાં રાખેલા આ ધાતુની એક કોપી ભારત પાસે પણ છે. પરંતુ તેને ભારતમાં નંબર ૫૭ કહેવામાં આવે છે. નંબર ૫૭ ભારતનો સટીક કિલોગ્રામ છે. નંબર ૫૭ને કેટલાક વર્ષોમાં પેરિસ મોકલવામાં આવે છે અને ત્યાં જ તેનું વજન પણ થાય છે. ભારતમાં કોઇ પણ વસ્તુનો નંબર ૫૭ના હિસાબથી તોલવામાં આવે છે. આજે થનાર કિલોગ્રામના નિર્ણયથી સામાન્ય લોકો પર કોઇ ખાસ અસર નહીં પડે, લોકો પહેલાની જેમ જ ખરીદી કરી શકશે.

Previous articleકર્ણાટકમાં ટ્રક અને બસ ધડાકાભેર અથડાયા, ૬ લોકોને કાળ આંબી ગયો
Next article૧૯૭૧ના ભારત-પાક જંગના હીરો બ્રિગેડિયર ચાંદપુરીનું નિધન