ગાંધીનગર દક્ષિણમાં સૌથી વધારે ૬૧ હજાર મતદાર વધ્યાં

809
gandhi19112017-1.jpg

ગાંધીનગર જિલ્લામાં પાંચ વર્ષમાં ૧૭૨૨૩૦ મતદારોનો વધારો નોંધાયો છે જેમાં સૌથી વધારે ગાંધીનગર ઉત્તરમાં ૬૧૭૯૬ જેટલા મતદારો વધ્યાં છે જ્યારે સૌથી ઓછા માણસા બેઠકમાં ર૦૧૧૫ મતદારો વધ્યાં છે. જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી મતદારો અને મતદાન મથકની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં મતદારો વધવાની સાથે મતદાન મથકોમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ ર૦૧૨માં ૯૯૯૩૭૫ મતદારો હતા. જેમાં ૧૭૨૨૩૦ના વધારે સાથે હાલ ૧૧૭૧૬૨૫ મતદારો થઈ ગયા છે. જેમાં વિધાનસભા બેઠક દીઠ નજર કરીએ તો ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ર૪૧૭૬૫ મતદાર હતા જેમાં ૬૧૭૯૬ના વધારા સાથે ૩૦૩૪૭૧ મતદારો થયા છે. દહેગામમાં ૧૭૪૧૧૩ મતદારો હતા જેમાં ૨૬૯૬૩ના વધારા સાથે ર૦૧૦૭૬ મતદાર થયા છે. જ્યારે ગાંધીનગર ઉત્તર બેઠકમાં ૨૦૩૭૮૨ મતદાર હતા જેમાં ર૭૧૩૦નો વધારો થતાં ૨૩૦૯૧૨ મતદારો થઈ ગયા છે. માણસા બેઠકમાં ૧૯૨૫૦૩ મતદાર હતા જેમાં ૨૦૧૧૫ના વધારા સાથે ૨૧૨૬૧૮ મતદારો થયા છે. આ જ પ્રકારે કલોલ વિધાનસભા બેઠકમાં ૧૮૭૨૧૨ મતદારો હતા જેમાં ૩૬૩૩૬ના વધારા સાથે ૨૨૩૫૪૮ મતદારો થઈ ગયા છે. 

Previous articleગાંધીનગર જિ.પંચાયતને ફાળવેલી રેતીકાંકરીની ગ્રાંટ અનુ.જાતિ વિસ્તારમાં નહીં ફાળવતા રોષ
Next articleગાંધીનગરમાં સે-૫ની ઉભરાતી ગટરોની સમસ્યાથી વસાહતીઓ ત્રસ્ત