છભાડીયા ગામે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન

975

લાઠી તાલુકાના છભાડીયાના પ્રાથમિક શાળાના  શિક્ષકનું નાવીન્ય આયોજન જૂની રમતોને પ્રોત્સાહિત કરી ઉત્સાહપૂર્વક યુવાનો તરૂણોમાં અનેરું આકર્ષણ ઉભું કરાયું પહેલું  સુખ તે જાતે નર્યાં

આજના આ આધુનિક અને મોબાઇલ યુગમાં બાળકોથી માંડીને અબાલવ્રુધ્ધ સહિત તમામ લોકો ઇન્ટરનેટ ગેમ જ રમે છે,  જેના કારણે લોકો નિતનવા રોગથી પીડાય છે. આથી જ આ તમામ રોગનું નિવારણ કે રામબાણ એક જ છે તે છે આપણી દેશી અને રાષ્ટ્રીય રમત તેથી જ  તો લાઠી તાલુકાના છભાડિયા ગામના બજરંગભૂમિ સ્પોર્ટ યુવા ગ્રુપ દ્બારા કબડ્ડી વર્લ્ડકપનું આયોજન કરવામાં આવેલું છે. તેમા લાઠી, દામનગર, ઢસા, અમરેલી, કણકોટ, છભાડિયા વગેરે ગામની ટીમો અંડર ૧૪/૧૭  અને ઓપન ગ્રુપમા ભાગ લીધેલ છે. તેમજ આ કબડ્ડી ટુર્નામેન્ટ આયોજક મુકેશભાઈ માંડવીયા, ઉનાવા અતુલ અને સુજીત ડબસરા છે જે ખરેખર અંગત રસ લઈ આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે.

આ ઉપરાંત આજ ગામના પનોતા પુત્ર અને ગામનું ગૌરવ એવા સુનીલભાઈ સરલીયા અને અંકિતભાઈ સરલીયા જે આપણી સેનામાં શૌર્ય ભર્યા કાર્ય કરી દેશનું રક્ષણ કરે છે, એવા આ બંને ભાઈઓ પોતાની માતૃભૂમિનું ઋણ ઉતારવા માટે આ આયોજનના દાતા છે. તેમજ સાથે રહીને માર્ગદર્શન પણ આપે છે. આવી જૂની રમતો અંગે રસ ઋષિ જાગે યુવાનો તરુણોમાં આવી રમતો પ્રત્યે આકર્ષણ ઉભું થાય તે માટે શિક્ષક અલ્પેશભાઈ ડોડીયા સહિત સ્થાનિક અગ્રણીઓનું સુંદર સહકાર પણ મળી રહ્યો છે રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાય દેશ ની સુરક્ષા કરે તેવા કસાયેલા કરતબો ધરાવતી રમતો શરૂ કરી ખૂબ સરાહનીય કાર્ય કરતા લાઠી તાલુકાના છભાડીયા યુવાનો.

Previous articleરાજસ્થાન ચુંટણી : ટિકિટોને લઈ ભાજપ-કોંગ્રેસમાં હજુય ખેંચતાણ
Next articleપ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં મહુવામાં કોંગ્રેસ કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું