મહુવા તાલુકા, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો જેમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર, જે.વી. કાકડીયા, કનુભાઈ બારૈયા, પ્રતાપભાઈ દુધાત, માજી ધારાસભ્ય કનુભાઈ કલસરિયા, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમર, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી રાજભાઈ મહેતા, પ્રદેશ મંત્રી લાખાભાઈ, કોકિલાબેન કાકડીયા, પી.એમ. ખેની, ગોવિંદભાઈ મોરડીયા, વિજયભાઈ બારૈયા સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
મહુવા તાલુકા કોંગ્રેસ સ્નેહમિલનમાં ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ ચાવડા સહિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં અને તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં એક જુથ થઈને કામ કરવા આહ્વાન કરાયું હતું.