ભાજપ પ્રવકતા, વંદે માતરમ્ સેવાસંઘના પ્રમુખ, કિશોર ભટ્ટે જનતાને અતિ ત્રાસદાયક પ્રશ્ને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ર૦૧૭માં રજુઆત બાદ ર૦૧૮માં મેરીટાઈમ બોર્ડ બજેટમાં ૧ કરોડની રકમ જોગવાઈ સાથે મંજુર કરેલ જેનું ૭૩ લાખનું ઈન્ટેન્ડર ઓનલાઈન ૧પ તારીખે બહાર પડી ગયેલ છે. એકાદ માસ બાદ ઈલેકટ્રીક ૧૦ હાઈમાસ્ક ટાવર નાખવાનું કામ શરૂ થશે.
ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ કેબલ સ્ટેઈડ બ્રિજ (લાકડીયા પુલ)થી ભાવનગર સીટી વૈશાલી સિનેમા પેટ્રોલપંપ સુધી પોણા ત્રણ કિલોમીટર માર્ગ પર લાઈટીંગ સુવિધાના અભાવે રાત્રીના ઘોર અંધારામાં વાહન ચાલકો, મોપેડ ચાલકો, રાહદારીઓ, માર્ગની બન્ને બાજુ લાતી-ટીમ્બરના વેપારી બજાર હોય ભાવનગર, અમાદાવાદ, ધોલેરા, બરોડા, મુંબઈ ધોરી માર્ગ હોય રાજય- કેન્દ્ર સરકારના સહયોગથી નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે તેમજ નિરમા કંપની, મોડેસ્ટ, આલ્કોક વગેરે કંપનીના તેમજ જુના બંદરના હજારો કર્મચારી, લાતીના વેપારી, મજુરો તેમજ પ્રસિધ્ધ કાળભૈરવ મંદિરના દર્શનાર્થીઓ અને ભાલના ભાવનગર તાલુકાના ૧૦ થી ર૦ ગામડાઓ, ખેડૂતોનું રોજીંદુ આવવું જવું નિયમીત હોય તાત્કાલિન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરની જનતાને ટુંકા માર્ગને જોડતો કેબલ સ્ટેઈડ બ્રિજ ર૦૦પમાં ઐતિહાસિક સુવિધા પ્રદાન કરેલ છે.
આ અંગે અકસ્માત નિવારવા અને જનતાની સુવિધા વાહન ચાલકોની સુગમતા અંગે ભાજપના આગેવાન જિલ્લા પ્રવકતા વંદે માતરમ્ સેવા સંઘના પ્રમુખ, પુર્વ કોર્પોરેટર કિશોરભાઈ ભટ્ટને જનતા, વેપારીઓની રજુઆત સંદર્ભે ર૦૧૭માં મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેરીટાઈમ બોર્ડને રજુઆત અનુસંઘાને ત્વરીત પગલા ભરવા જણાવેલ, મેરી ટાઈમ બોર્ડ દ્વારા બજેટમાં પોણાત્રણ કિલોમીટર લાઈટીંગ સુવિધા અંગે ૧ કરોડની જોગવાઈ કરેલ. જે અનુસંઘાને મેરીટાઈમ બોર્ડ ગુજરાત વહિવટી અધિકારી, ભાવનગર મેરીટાઈમ બોર્ડ કેપ્ટન ચઢ્ઢાજી, ડે. એન્જીનીયર રાવળ ઉપરોકત લાઈટીંગ સુવિધા જનતાને પ્રદાન કરવા મેરીટાઈમ બોર્ડ દ્વારા સક્રિયા કાર્યવાહિ ચાલી રહી છે.