અકસ્માતમાં મૃત્યુ પામનારને શ્રધ્ધાંજલી આપવા સાથે ટ્રાફિક જાગૃતિનો કાર્યક્રમ

1028

ભાવનગર આરટીઓ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવા સાથે ટ્રાફીક જાગૃતિ અંગેનાં ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો આજે ગઢેચી વડલા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાજલી આપવા અને લોકોમાં ટ્રાફિક અંગેની અવેરનેસ આવે તે માટે ટ્રાફિક જાગૃતિ અંગેનાં ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો ગઢેચી વડલા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન આરટીઓનાં આઈએમવી એન.એમ.કાપડીયા, રોડ સેફટી નોડલ ઓફીસર અંકિત પટેલે જે વ્યક્તિ ટ્રાફીકનાં નિયમનું પાલન કરે છે તેઓને ફુલ આપીને સન્માન કરવુ તથા નિયમોનું ઉલ્લંઘન કરનારનું કાઉન્સેલિંગ કરવું તેમ જણાવેલ.

આ ઉપરાંત ટીમ વાન દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગેનો વીડીયો શો કચેરી ખાતે તમામ સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ અને સેમિનાર મૌન પાળી અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ તેમજ આરટીઓ અધિકારીએ પ્રાસંગીક પ્રવચન કરી મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલી પાઠવેલ આ પ્રસંગે એઆઈએમવી ભદ્રેશ પટેલ, આંકડા મદદનીશ ભરતભાઈ જીંજાળા, અભિમન્યુ શર્મા, રોડ સેફટી પ્રોજેકટનાં મહેશભાઈ, અમીત જાદવ આહીર સમાજનાં અગ્રણી અને એચએસપીએલનાં ગોવિંદભાઈ ભેટારીયા, ૧૦૮ ટીમ વાન સહિત સ્ટાફ ઉપસ્થિત રહેલ. આવતીકાલે રંઘોળા ગામે સાંજે ૫-૩૦ કલાકે અકસ્માતમાં મૃત્યુ પામેલા ૪૦ જેટલા લોકોને શ્રધ્ધાંજલી આપવા સાથે ટ્રાફીક જાગૃતિ કાર્યક્રમ યોજાશે જ્યારે તા.૧૯નાં રોજ પાણીની ટાંકી પાસે તેમજ સાંજે તળાજા જકાતનાકા પાસે બ્લડ ડોનેશન કેમ્પ સાથે માર્ગ સલામતી વિષય પર માર્ગદર્શન અપાશે આરટીઓનાં અંકિત પટેલ, બી.ડી. જીંજાળા, એન.એમ. કાપડીયા, ભદ્રેશ પટેલ સહિત કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleમહાપાલિકાના લાંચીયા ઈજનેર આર.જે.શુકલા આખરે સસ્પેન્ડ
Next articleગોહિલવાડમાં તુલસી વિવાહની તડામાર તૈયારીઓ