વેળાવદરમાં ત્રિ-દિવસીય તુલસી વિવાહ મહોત્સવનો શુભારંભ

1461

ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામે ભંડેરી તથા ગોમવિયા પરિવારના સયુંકત ઉપક્રમે ત્રિ-દિવસીય તુલસી વિવાહ મહોત્સવનો આજે તા. ૧૭-૧૧-૧૮ને શનિવારથી શુભારંભ થયો.

વેળાવદર ગામના પ્રવેશદ્વારે સુંદર મજાનું એક રમણિય સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સર્કલમાં સ્વામિનારાયણ ભગવાનની નિલકંઠવર્ણી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આજે આ મૂર્તિ લોકદર્શનાર્થે ગઢડા, ભાવનગર, સરધાર, બગસરાથી મધમુેલા સ્વામિનારાયણના સંતો દ્વારા તેમના કરમળોથી ખુલ્લી મુકવામાં આવી. આ પ્રસંગે એસ.પી. સ્વામી (ગઢડા), સુપાનસ્વામી, માધવ પ્રિયદાસ સ્વામી (બોટાદ), હરીશરણ સ્વામી, બાલસ્વામી (સરધાર) તથા અન્યગણ માન્ય સંતોની વિશેષ પાવન ઉપસ્થિતી હતી.

ગામની મધ્યમાં કુલ-૩ અને સરહદ પર એટલે કે સમાડે એક એક કલ ચાર મોટા રળિયામણા પ્રવેશદ્વારોનું પણ આજરોજ લોકાર્પણ થયું આ પ્રસંગને સત્સંગ સભાને સંબોધતા પૂ. સંતોએ પોતાનો રાજીપો વ્યકત કરી આવા મહાન લોકકલ્યાણના કાર્યો શ્રી હરીની પ્રેરણાથીવધુને વધુ સાકાર થાય તેવી મહેચ્છા જાહેર કરી. દાતા મગનભાઈ પ. ભંડેરી પર હજુ વધુ પરમાત્માની કૃપા વરસે તેવી ગઢપુરપતિ ગોપીનાથજી દેવને પ્રાર્થનાની મહેચ્છા વ્યકત કરી.  આજ બપોર બાદ ઠાકોરજી (શાલીગ્રામના) મુખ્ય યજમાન દાતા કાળુભાઈ દુલાભાઈ ગોમવિયા દ્વારા મંડપ રોપણ અને શાલિગ્રામ ઠાકોરજીની શોભાયાત્રા રાત્રે યોજાશે. જેમાં ઘોડા, ઉંટ, હાથી, બળગ્દગાડા વગેરે જોડાશે. ગામના તમામ આબાલ વૃધ્ધો માટે સાંજના મહાપ્રસાદનું આયોજન પણ છે.

તા. ૧૮-૧૧-ર૦૧૮ના રોજ વેળાવદરના મગનભાઈ ભંડેરીના નિવાસસ્થાને તુલસી વૃંદાના મંડપમુહુર્તની વિધિ સંપન્ન થશે. સાંજે ૮-૦૦ કલાકે સંગીત સંધ્યાનો એક ભવ્ય કાર્યક્રમ આયોજિત થશે જેમાં બહેનોનો રાસોત્સવ પણ યોજવામાં આવ્યો છે.  તા. ૧૯-૧૧-૧૮ને સોમવારે સાંજે પ-૦૦ કલાકે ઠાકોરજીની ભવ્ય વરયાત્રા યોજાશે. જેમાં વિવિધ રાસ મંડળીઓ સામેલ થશે. ઢળતી સંધ્યાએ વિશાળ સભા મંડપમાં ઠાકોરજીની પધરામણી થશે. શહેનાઈની સુરાવણી અને ગીતગુંજનથી તુલસી વિવાહ મહામહોત્સવ સંપન્ન થશે. આ મુખ્ય કાર્યક્રમમાં ધ.ધુ.પ.પૂ. ૧૦૮ નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પાવન ઉપસ્થિતી અને તેના આર્શિવચન રહેશે. સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મગનભાઈ અ.ભેકેરી, કાળુભાઈ ગોળીવિયા, ઘનશ્યામભાઈ ભંડેરી, પ્રકાશભાઈ ભંડેરી તથા ગામના તમામ ગ્રામજનો કરી રહ્યા છે.

Previous articleપિઝા હટનો ભાવનગરમાં પ્રારંભ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે