પ્રિયંકાનો ભાવી પતિ ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત છે…!!

1056

પ્રિયંકા ચોપરાએ જ્યારથી નિક જોનાસ સાથે સગાઇ કરી છે ત્યારથી તેઓ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. નિક અને પ્રિયંકા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં રહે છે. તેવામાં નિકે તાજેતરમાં એક પોસ્ટ કરી હતી જેના પર પ્રિયંકાએ એવી કમેન્ટ કરી છે જેને જોઇને તમે પણ કહેશો ‘વાહ’.

નિકે પોતાના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને ખુલાસો કર્યો કે , તે ટાઇપ ૧ ડાયાબિટીસથી પીડિત છે. આ પોસ્ટ પર પ્રિયંકાએ કમેન્ટ કરી હતી. તાજેતરમાં જ નિકે પોતાના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પર બે ફોટોઝ શૅર કર્યા હતા, જેમાં તેણે કહ્યુ કે, ”૧૩ વર્ષ પહેલા મને ટાઈપ ૧ ડાયાબિટીસની જાણ થઈ હતી. ડાબી તસવીર આ ડાયાબીટીસ ડાયગ્નોસીસ થયાના થોડા દિવસો પછીની છે. મારુ વજન ખૂબ જ ઓછું હતુ. ડોક્ટર પાસે જતાં પહેલા મારુ બ્લડ શુગર પણ ખૂબ જ વધારે હતું. ડોક્ટર પાસે ગયો ત્યારે મને જાણ થઇ કે હુ ડાયાબિટીક છું. ડાબી તસવીર હવેની છે. ખુશ અને સ્વસ્થ. હું મારા સ્વાસ્થ્યને ખૂબ જ મહત્વ આપુ છું. વર્કઆઉટ કરીને શુગર કંટ્રોલમાં રાખું છું. આ બીમારી સાથે જ જિંદગી પર પણ મારો કંટ્રોલ છે. હું મારા પરિવાર અને ચાહનારનો આભાર માનું છું. જેમણે જિંદગીમાં મારો સાથ આપ્યો. પોતાની સુંદર જિંદગી જીવતાં તમને કોઇ નથી રોકી શકતુ. દરેક ફેન્સનો આભાર.”

નિકની આ પોસ્ટ પર તેની ફિયાન્સ પ્રિયંકા ચોપરાએ લખ્યુ કે, ”તારા વિશે બધુ જ સ્પેશ્યિલ છે. ડાયાબિટીઝ સાથે પણ અને તેના વગર પણ.”

Previous article‘ભારત’ની શૂટિંગ દરમિયાન સલમાન ખાન થયો ઇજાગ્રસ્ત
Next articleનેહા ધૂપિયાએ દિકરીને જન્મ આપ્યો