પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ ઝડપી બોલર ડેમિયન ફ્લેમિંગે ૨૪ વર્ષિય જસપ્રીત બૂમરાહને ભારતીય બોલરોની આક્રમણની શૈલીને શાનદાર ગણાવી છે. જે છ ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયાની ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો સામનો કરશે.
ફ્લેમિંગે કહ્યું,’તે (બૂમરાહ) ખરેખર શાનદાર બોલર છે. છ ટેસ્ટ મેચોમાં ૨૮ વિકેટ. તેની એક્શન હટકે છે અને રન-અપ પણ અજીબ છે. તેની પાસે ઝડપ અને ઉછાળ છે તથા તે યોર્કરમાં માહેર છે. મને લાગે છે કે તેનો ઉપીયોગ ખુબ જ સારી રીતે કરશે.’
તેમણે કહ્યું,’તેમની પાસે સંભવતઃ આ પ્રકારનો બોલર ન હતો. આવા ઝડપી બોલર જે પુછડીયા બોલરોને ચાલવા દેતા નથી. તેના (બૂમરાહ) અજીબ એક્શનને જોયા બાદ મને લાગ્યું કે, તે ડાબા હાથના બેટ્સમેનો માટે બહાર તરફ સ્વિંગ કરી શકે છે.’
ભારતીય ઝડપી બોલરોએ ગત કેટલાક સમયથી પોતાની ક્ષમતાને શાનદાર રીતે રજૂ કરી છે. પરંતુ પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેના પ્રદર્શન પર સૌ કોઇની નજર રહેશે.
ભારતીય ઝડપી બોલિંગના આક્રમણને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને ગિલક્રિસ્ટને લાગે છે કે, તેણે પોતાની જબરજસ્ત શ્રમતા દેખાડી છે. ગિલક્રિસ્ટે વધુમાં જણાવ્યું કે,’આ કહેવું મુશ્કેલ છે કે, તેઓ કેવું પ્રદર્શન કરશે.