સ્મૃતિ મંધાના (૮૩) પછી સ્પીન બોલરોના શાનદરા પ્રદર્શનના દમ ઉપર ભારતીય મહિલા ટીમે શનિવારે પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાયેલી ટી-૨૦ વિશ્વકપમાં ગ્રૂપ-બી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને ૪૮ રનથી હરાવ્યું છે. ભારતે પહેલા બેટિંગ કરીને મંઘાનાની તોફાની બેટિંગ બાદ ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને ૧૬૭ રન બનાવ્યા હતા.
ટી-૨૦ રમતમાં ઓસ્ટ્રેલિયા સામે સર્વોચ્ચ આ સ્કોર પણ છે. ઓસ્ટ્રેલીયન ટીમે આ મજબૂત સ્કોરનો પીછો કરતા બે બોલ પહેલા જ ૧૧૯ રનો ઉપર આઉટ થઇ ગઈ હતી. અને આ મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની આ પહેલી હાર છે. જ્યારે ભારતમાં પોતાનો વિજય ક્રમ યથાવત રાખતા જીતની ફોર લગાવી હતી. જોકે બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે. મિતાલી રાજને ભારતે આરામ આપ્યો છે અને મંધાનાને અનુભવી ખેલાડીની ગેરહાજરીમાં જવાબદારી આપી હતી. આમ આ વિશ્વકપમાં પોતાની પહેલી અડધીસદી ફટકારી હતી. મંધાનાએ ૫૫ બોલમાં નવ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૮૩ રન ફટકાર્યા છે. મંઘાનાએ આ મેચમાં ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના ૧૦૦૦ રન પણ પૂરા કર્યા છે.