જાહેરમાં કચરો સળગાવી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

849

એક તરફ શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર માટે ઉચ્ચ અધિકારીઓ સ્વચ્છતાનો આગ્રહ રાખી રહ્યા છે તો બીજી તરફ કામચોર અને કોન્ટ્રાકટથી સફાઈ માટે રોકેલા લોકો કચરો ભેગો કરી સ્થળ પર જ સળગાવી ગંભીર ગુનાખોરી આચરી રહ્યા છે અને શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

જાહેરમાં કચરો બાળવા સામે કોર્પોરેશને જાહેરનામું બહાર પાડયું છે અને આ બદી ઉપર રોક લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહયો છે પરંતુ ટીસીએસ-ગરીમા પાર્ક પાસે આજે સવારે સફાઈ અભિયાનના નામે જાહેરમાં કચરો સળગાવવાની ગુનાહિત પ્રવૃતિ આચરવામાં આવી હતી. આ પ્રવૃતિને લઈને વનરાજીને પણ નુકશાન થયું છે તેમ છતાં તંત્ર આ બાબતે કોઈ પગલાં લેતું નથી. સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરીને જાહેરમાં કચરો બાળવામાં આવતો હતો જેને લઈને વાતાવરણ પ્રદુષિત થવા ઉપરાંત ગાંધીનગરની વનરાજીને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થતું હતું. ઘણીવખત તો પ્રોટેકટેડ વિસ્તારમાં જ કેટલાક અસામાજીક તત્ત્વો દ્વારા આગ લગાડવામાં આવતી હતી. જેથી નગરના લીલાછમ ઝાડપાન બળી જતાં હતા. ત્યારે કોર્પોરેશને જાહેરમાં કચરો બાળવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડીને આ પ્રવૃતિ ઉપર રોક લગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હજુ પણ આ ગુનાહિત પ્રવૃતિ ચાલી રહી છે.

ગાંધીનગરમાં સેકટર – ૧૧ ખાતે તેમજ ટીસીએસ-ગરીમા પાર્ક પાસેની જગ્યામાં કચરો તેમજ ઝાડી-ઝાંખરા જાહેરમાં જ સળગાવવામાં આવ્યા હતા.

Previous articleગ્રેનેડ હુમલા બાદ ગુજરાતમાં પણ સલામતી વધારે મજબૂત
Next articleજિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા કાનૂની શિબિર યોજાઈ