અન્ટી કરપ્શન બ્યૂરો (છઝ્રમ્)એ અપ્રમાણસરની મિલકતનાં સંદર્ભમાં સરદાર સરોવર નર્મદા નિગમનાં કાર્યપાલક ઇજનેર (ક્લાસ વન ઓફિસર) ગૂનો દાખલ કર્યો છે અને નર્મદા નિગમમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. આ ગૂનો સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮(સુધારો-૨૦૧૮) કલમ ૧૩(૧)(બી) ૧૩(૨) મુજબ નોંધાયો છે.
આ કેસમાં એન. કે.વ્યાસ, (ઈ.ચા. પોલીસ ઈન્સ્પેક્ટર), દેવભૂમિ દ્વારકા, (એ.સી.બી. પોલીસ સ્ટેશન) ફરિયાદી બન્યા છે. એસીબીએ મહેશભાઈ ધનજી ભાઈ પટેલ, કાર્યપાલક ઇજનેર , વર્ગ-૧, સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર પેટા વિભાગ, ધ્રાગધ્રા, (રહે. મુળ- સારવણી, તા-ચીખલી, જી-નવસારી) સામે ગૂનો દાખલ કર્યો છે.
એસીબીને આ ક્લાસ વન ઓફિસર પાસેથી રોકડ રૂ .૪૬,૨૦ લાખ અપ્રમાણસરની મિલકત મળી છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ કામનાં આરોપી વિરુદ્ધ તા-૧૪-૧૧-૧૮ ના રોજ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગૂનો નોંધ્યો હતો અને આ આરોપીની ૧૪ નવેમ્બરનાં રોજ અટકાયત કરવામાં આવી હતી. આ સમયે આરોપીની અંગજડતીમાથી રોકડ રુ ૩૧૦૦, તથા તેના વતનના રહેણાક મકાનની ઝડતી દરમ્યાન રોકડ રુ ૪૨૪૫૪૦૦/- તથા તેના ધ્રાગધ્રા ના રહેણાક મકાને ૧૫ નવેમ્બરનાં રોજ ઝડતી દરમ્યાન રોકડ રુ ૩૪૪૪૭૦ મળી કુલ રોકડ રુ ૪૬,૨૦૮૭૦ ની અપ્રમાણસર મિલ્કત મળી આવેલી હતી. જે રકમ અંગે પૂછપરછ કરતા આ રકમ અલગ અલગ કોન્ટ્રાકટરો પાસે થી ૧% કમીશન પેટે મેળવેલી હોવા નું જણાવતા ગુન્હો નોંધવામાં આવ્યો હતો.