અમૃતસરના રાજાસાંસી ખાતે નિરંકારી ભવનમાં આંતકવાદી હુમલાની ઘટના બાદ દિલ્હી, ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાઇએલર્ટ જારી કરી દેવાયું છે. જેને પગલે ગુજરાતમાં પણ એસટી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ, મંદિરો, તીર્થધામો સહિતના જાહેરસ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા જવાનોને એલર્ટ કરી દેવાયા છે અને શંકાસ્પદ વાહનો અને વ્યકિતઓની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. જાહેરસ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે. આતંકી જાકિર મૂસા અને તેના સાથીઓ કોઈ મોટી ઘટનાને પાર પાડશે તેને જોઈને અમૃતસર હાઈ એલર્ટ પર હતું ત્યારે અમૃતસરના રાજાસાંસી સ્થિત નિરંકારી ભવનમાં રવિવારે ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ કરાયું હતું. જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. ઘટના સવારે ૧૧ વાગ્યાની હતી, જેમાં બે હુમલાખોર બાઈક પર આવ્યાં અને ઘટનાને પાર પાડીને જતાં રહ્યાં હતા. આ હુમલા પછી રાજધાની દિલ્હી, ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાંમાં સુરક્ષા વધારવામાં આવી છે.
ખાસ કરીને સુરક્ષા એજન્સીઓએ ગુજરાત, દિલ્હી સહિતના રાજયોમાં એલર્ટ જારી કરી દીધુ હોઇ ત્યાં પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે.
ખાસ કરીને રાજયના એસટી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ, મંદિરો, તીર્થધામો સહિતના જાહેરસ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા જવાનોને એલર્ટ કરી દેવાયા છે અને શંકાસ્પદ વાહનો અને વ્યકિતઓની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. જાહેરસ્થળો અને સંવેદનશીલ સ્થાનોએ પોલીસ પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પોલીસે રાજયભરમાં એકેએક શંકાસ્પદ હિલચાલ અને ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.