બ્રહ્માકુમારી દ્વારા ૩૯ મો વાર્ષિકોત્સવ

1006

ગાંધીનગરમાં આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજીની અધ્યક્ષતામાં સેકટર-૧૬માં બે રૂમ રસોડાના કવાટરમાં ૧૯ નવેમ્બર ૧૯૭૯માં બ્રહ્માકુમારીઝનું આધ્યાત્મિક સેવાકેન્દ્ર શરૂ કરવામાં આવેલ. સેવાના વ્યાપ અને ગાંધીનગરની પ્રગતિને ધ્યાને લઈ સરકાર દ્વારા સેકટર-૨૮માં ફાળવેલ પ્લોટ પર વિશાળ શિવશક્તિ ભવનનું નિર્માણ કરવામાં આવેલ. જેને ૩૯ વર્ષ પૂર્ણ થતાં ૩૯મો વાર્ષિકોત્સવ મનાવવામાં આવી રહેલ છે.

૧૯૭૯થી બ્રહ્માકુમારીઝ દ્વારા સમગ્ર ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લામાં વિશ્વ નવનિર્માણ આધ્યાત્મિક પ્રદર્શન, આધ્યાત્મિક સ્નેહમિલન, રાજ્યોગ શિબિર,ચૈતન્ય દેવીઓની ઝાંખી, આધ્યાત્મિક મેળા, રાજભવન, રાજ્ય મંત્રી મંડળ, સચિવાલય, અને ખાતા વડાઓની કચેરીઓમાં સ્નેહ મિલન રક્ષાબંધન જેવા વિવિધ કાર્યક્રમો, વ્યસનમુક્તિ શિબિર, બાળ ઉત્થાન શિબિર, યુવા જાગૃતિ શિબિર, ટ્રાફિક અવેરનેસ કેમ્પ, સ્ટ્રેસ ફ્રી લાઈફ, ડાયાબીટીસ અવેરનેસ કેમ્પ, ક્લીનલીનેસ અવેરનેસ કેમ્પ જેવા અનેકાનેક સોસીયોસ્પીરીચ્યુઅલ કાર્યક્રમો દ્વારા આધ્યાત્મિક સેવાની ધૂણી ધખાવેલ. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ૭૦ જેટલાં ગામોમાં રાજયોગ ગીતા પાઠશાળાઓ દ્વારા ગ્રામ્ય સ્તરે પણ આધ્યાત્મિક સેવાઓ પ્રગતિ પામી રહી છે.જેમાં કૈલાશ્દીદીજી સાથે ૩૪ જેટલાં સમર્પિત બ્રહ્માકુમાર ભાઈ બહેનો અને ૪,૦૦૦ જેટલાં ગૃહસ્થી ભાઈ બહેનો રોજ પરમાત્મા દ્વારા આપવાવ કરી રહ્યા છે.

Previous articleજિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા કાનૂની શિબિર યોજાઈ
Next articleઅડાલજ ત્રિમંદિરમાં દાદા ભગવાનની ૧૧૧મી જન્મ જ્યંતી ઉજવણી : મુખ્યમંત્રીની ઉપસ્થિતી