આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણી પહેલા યૂપીમાં બીજેપી વિરુદ્ધ મહાગઠબંધન બન્યા પહેલા ખતમ થતું દેખાઇ રહ્યું છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી) સુપ્રીમો માયાવતીએ પોતાનો રંગ બદલ્યા બાદ હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોંગ્રેસને ઇશારામાં ધમકી આપી દીધી છે.
મહાગઠબંધન બન્યા પછી અખિલેશ યાદવા કહ્યું કે, જો સાઇકલ (સપાનું ચૂંટણી ચિહ્ન) રોકશો તો તમારા હાથ (કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ) હેન્ડલ પરથી હટાવી દઇશું.’
અખિલેશ યાદવે છત્તીસગઢમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા આ વાત જણાવી હતી.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, ‘પએટલા માટે અમે પણ નક્કી કર્યું છે કે સાઇકલને રોકશો તો તમારો હાથ હેન્ડલ પરથી હટાવી દઇશુંપ કંટ્રોલ બીજા કોઇના સાથે થઇ જશે.
અખિલેશે આ નિવેદન મારફતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ૨૦૧૯માં કોંગ્રેસની સાથે ગઠબંધનનો રસ્તો મુશ્કેલ છે. જો કોંગ્રેસે સપાની સહમતિથી અલગ કોઇ નિર્ણય લીધો, તો બની શકે કે કોંગ્રેસને સપા તરફથી મોટો ફટકો મળી શકે. તમને જણાવી દઇએ કે, બીએસપી-એસપીનું પહેલાથી જ ગઠબંધન છે.
બીજી બાજુ ગઠબંધનમાં સીટોને લઇને માયાવતી કેટલી ગંભીર છે, તે પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવા માંગે છે. માયાવતીએ અહીં ગઠબંધન ન કરવા માટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે.