રાજુલા નજીક છતડીયા ગામે નકળંગ ધામે ભરવાડ સમાજના ૧૦૦૦ કાર્યકર્તા સંમેલન યોજાયું. જેમાં સત્તાવાર જાહેર થયેલ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ. રોડ કપાતમાં જતી નકળંગ ધામની પવિત્ર જગ્યાને અન્ય સ્થાન પર ફેરવવા બાબતે ગહન પ્રતિક્રિયા શરૂ કરી હતી.
રાજુલા નજીક છતડીયા ગામે ભરવાડ સમાજના નકળંગ ભગવાનની પવિત્ર જગ્યા ફોરટ્રેક રોડમાં જતી હોય આ બાબતે ભરવાડ સમાજ દ્વારા હીરાભાઈ સોલંકીને બોલાવી આ જગ્યાને અન્યસ્થાનની જગ્યા તેમજ ફોરટ્રેક રોડ તંત્ર પાસેથી યોગ્ય વળતર અપાવવા માંગણી કરેલ. નકળંગ ધામે વિશાળ સંખ્યામાં ૧૦૦૦ ઉપર ભરવાડ સમાજના આગેવાનો સહિત નગરપાલિકા પ્રમુખ, રાજુલા સંજયભાઈ ધાખડા, ચેરમેન દિલીપભાઈ જોશી, મહેન્દ્રભાઈ ધાખડા, કાનાભાઈ ભરવાડ, જીણાભાઈ ભરવાડ, અમરાભાઈ ભરવાડ, રામભાઈ ભરવાડ, સરપંચ વિરભદ્રભાઈ ડાભીયા, કનુભાઈ ધાખડા, નાનુભાઈ ભરવાડ, જયસુખભાઈ, અરજણભાઈ જોગરાણા, ગીગાભાઈ ભરવાડ, રાજુભાઈ ગમારા, કમલેશભાઈ મકવાણા, માણશીયાભાઈ ડાભીયા સહિત ઉપસ્થિત રહ્યાં હતા.