ધંધુકા હોમગાર્ડઝ યુનિયના હોમગાર્ડઝ જવાન ભરતભાઈ મનજીભાઈ મિસ્ત્રીનું અવસાન થતા તેમના વિધવા પત્નીને વેલફેર ફંડમાંથી સહાય ચેક વિતરણનો સમારંભ ધંધુકા ખાતે હોમગાર્ડઝ યુનિટ અમદાવાદ ગ્રામ્યના સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર એન.કે. પટેલના પ્રમુખસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ધંધુકા હોમગાર્ડઝ યુનિટના પૂર્વ હોમગાર્ડઝ કમાન્ડરો એસ.આર. પંચાલ, પ્રવિણભાઈ ગોરજીયા, પી.બી. મહેતા, દીપક રાણપુરા તથા ડી.યુ. ઝાલાને પણ વિશિષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
હોમગાર્ડઝ જવાન સ્વ.ભરતભાઈ મનજીભાઈ મિસ્ત્રીના ધર્મપત્ની રેખાબહેન ભરતભાઈને વેલફેર ફંડમાંથી રૂપિયા ૭૭ હજારની સહાયનો ચેક અમદાવાદ ગ્રામ્યના હોમગાર્ડઝ યુનિટના સબ ઈન્સ્પેક્ટર એન.કે. પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે એન.કે. પટેલે ઉપસ્થિત હોમગાર્ડઝ જવાનોને વેલફેર ફંડ તથા ચૂંટણી ફરજની વિસ્તૃત માહિતી આપી હતી. મોટીસંખ્યામાં હોમગાર્ડઝ જવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધંધુકા હોમગાર્ડઝ યુનિયના કમાન્ડર આઈ.પી. ડાભીએ કર્યુ હતું.