છેલ્લા રપ વર્ષથી ભરતનગર ફ્રેન્ડગૃપ આયોજીત તુલસી વિવાહ કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં સેન મહારાજ ચોકથી સીતારામ ચોક સુધીના જાહેર રોડ પર રંગબેરંગી રોશની દ્વારા શુશોભન કરવામાં આવે છે. તથા ભરતનગરના નગરજનો બહોળા પ્રમાણમાં લાભ લે છે. છેલ્લા દસ વર્ષથી ભાવનગરને આસપાસના બહાર ગામના લોકો તુલશી વિવાહ જોાવ માટે પધારે છે. આથી આ વર્ષે તા. ૧૯-૧૧-ર૦૧૮ના સોમવારે માતા તુલસી વૃદા તથા લાલજી મારાજના દેવ દિવાળીના દિવસે સાંજે સાત કલાકે લાલજી મારાજનો વરઘોડો આવશે. તેમજ તુલસી વૃંદામાંનું કન્યાદાન મૌલિકભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. જેમાં ફ્રેન્ડગૃપના સભ્ય ભારે જહેમત ઉઠાવી તથા જ જાહેર જનતાને આ તુલસી વિવાહ પ્રસંગે ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.