ભાવનગર શિશુ વિહાર ખાતે પદ્મશ્રી ડો. એમ.એચ. મહેતાના અધ્યક્ષ સ્થાને શિશુવિહાર બુધસભાના પ્રાંગણમાં જાહનવી નિરક્ષીર પુસ્તકનુ વિમોચન કવિ રાજેન્દ્ર શુકલના વરદ હસ્તે થયુ. આ પ્રસંગે ભાગીરથીબેન મહેતાની સ્મૃતિ માં પ્રાધ્યાપક ડો.ઉષાબેન ઉપાધ્યાયનું કવયિત્રી સન્માન યોજી તેમને રૂપિયા ૧૧૦૦૦/ ના પુરસ્કાર અને ટ્રોફી એનાયત થયા. ગુજરાત રાજ્યના પ્રથમ પંકિતના કવિ વિનોદભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ ૨૪માં સન્માન સમારોહ સાથે પ્રાધ્યાપક તખ્તસિંહજી પરમારની શતાબ્દી વંદના કરવામાં આવી હતી.