જાફરાબાદના તપોવન ટેકરી ખાતે જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન થયું જેમાં પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીના પુત્ર ભાવેશ સોલંકી સહિત ટીમે રકતદાન કરાયું.
જાફરાબાદના પ્રસિધ્ધ તપોવન ટેંકરી ખાતે તાલુકા પંચાયત જાફરાબાદના પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા કોળી સમાજના સંગઠનના ભાગરૂપે યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન થયું જેમાં કોળી સમાજના સંગઠન રૂપિ કાર્યક્રમને ઔર દિપાવવા પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી તેમની ટીમ સાથે રકતદાન કરવા પહોંચી ગયા જેમાં તેના પુત્ર ભાવેશભાઈ સોલંકીએ રકતદાન કરી બ્લડ ડોનેશન કેમ્પના આયોજકોના કાર્યક્રમને દીપાવી દીધો અને કોળી સમાજમાં એક સાચો અને સારો મેસેજ મુકાયો કે સંગઠન માટે ભાઈ ભાઈને નજીક આવવું પડે તો જ કોળી સમાજનું સંગઠન કહેવાય તે બન્ને મહાનુભાવોએ સમસ્ત્ સમાજને કરી બતાવ્યું તે ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી કે.પી.વાઢેર તેમજ તેમના ધર્મ પત્ની અનસુયાબેન સજોડે રકતદાન કરતા અન્ય તાલુકામાં પ્રેરણાદાયક બન્યુ તેમજ તપોવન ટેકરીના જય તાત્કાલિક હનુમાનજી ગરીબ મંડળના તમામ સદસ્યો તેમજ મનહરભાઈ કરણભાઈ પટેલ, ડેડાણથી બાબભાઈ કોળી સમાજ અગ્રણી તેમજ કોળી સમાજના રાજુલા જાફરાબાદ ખાંભાના આગેવાનો તેમજ આગનવાડી વિભાગના સીડીપીઓ મંજુબેન કોલડીયાની ઉપસ્થિતિ રહે તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૯૬ બોટલનું રકતદાતાઓ દ્વારા રકતદાન કરાયું હતું.