પરવડીમાં માધવ ગૌશાળાનું ભૂમીપુજન એક જ કલાકમાં પાંચ કરોડનું અનુદાન

1019

ગારીયાધાર પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ માધવ ગૌશાળા આયોજિત પ્રેરોકત્સવ ગૌસંવર્ધન ઓર્ગેનિક કૃષિ ઝેર મુક્ત જીવન માટે કૃષિ શિબિરમાં એક કલાકમાં પાંચ કરોડથી વધુનું અનુદાન માધવ ગૌશાળાની નવી જમીન ભામાશ લવજીભાઈ બાદશાહના વરદ હસ્તે ભૂમિ પૂજન માધવ ગૌશાળાના મુખ્ય દાતા માધવજીભાઈ માગુકિયા લેન્ડ માર્ક સહિત ગુજરાતભર શહેરો સુરત, મુંબઈ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટમાંથી પધારેલ નામી અનામી દાતાઓની ઉદારતાનું ઉમદા ઉદારણ એક કલાકમાં ગૌશાળા ગૌસંવર્ધન ઓર્ગેનિક કૃષિ તરફ ખેડૂતોને વાળવા ઝીરો બજેટ કૃષિ માર્ગદર્શન શિબિર અને ડાયરો યોજાયો હતો આ ભવ્ય કાર્યક્રમમાં  માનવતા લક્ષી સેવા માટે મેળવડામાં  રક્તદાન શિબિરમાં એક કલાકમાં  ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરાયું જે માનવસેવા ટ્રસ્ટ ટીમ્બિ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલને અર્પણ કરાયું.

ગારીયાધારના પરવડી ખાતે માધવ ગૌશાળામાં ગૌ સેવાની પ્રવૃત્તિનો વ્યાપ વધે ગૌસંવર્ધન મારફતે પરમાર્થ સાથે પર્યાવરણ પ્રકૃતિ જળવાય જીવામૃત ગૌમૂત્રનો ખેતીમાં વધુ ઉપીયોગ થાય ઓર્ગેનિક કૃષિ ઝેર મુક્ત જીવન માટે કૃષિના ઋષિ નિષ્ણાંત વક્તા દ્વારા સુંદર માર્ગદર્શન સાથે ગૌશાળાની નવી જમીનમાં લવજીભાઈ બાદશાહના વરદહસ્તે ભૂમિ પૂજન કરાયું પી એ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાના મુખ્ય દાતા માધવભાઈ માગુકિયા લેન્ડ માર્ક સહિતનું ભવ્ય બહુમાન એક કલાકમાં પાંચ કરોડનું અનુદાન મેળવતી માધવ ગૌશાળાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

Previous articleબાબરકોટ તપોવન ટેકરી આશ્રમે કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પ
Next articleજુના સાંગાણા ગામે કુવામાં પડેલ દિપડાનું વન વિભાગ દ્વારા રેસ્કયુ