ભાવનગર જિલ્લા કોંગ્રેસનું નુતનવર્ષ સ્નેહમિલન યોજાયું

1365

ભાવનગર જિલ્લા કોંગ્રેસનું નુતન વર્ષ સ્નેહમિલન આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને સિદસર ખાતે સરદાર પટેલ સ્કુલના પટાંગણમાં યોજાયુ હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જિલ્લા કોંગ્રેસનું નુતન વર્ષ સ્નેહમિલન સિદસર ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયુ હતું જેમાં મહા મોંઘવારી, બેકારી, રોજગારી સહિતના  પ્રશ્નો અંગે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેમ અમિત ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યુ હતું. પ્રદેશ પ્રમુખે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને આગામી લોકસભાની ચૂંટણીમા કોંગ્રેસના કાર્યકરોને લાગી જવા હાકલ કરવા સાથે નુતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, કનુભાઈ બારૈયા, કોંગ્રેસના અગ્રણી દિલીપસિંહ ગોહિલ, ઝવેરભાઈ ભાલીયા, નગરસેવકો કોંગ્રેસના હોદ્દેદારો તથા વિવિધ તાલુકાના પ્રમુખો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક બીજાને નુતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

Previous articleઈદે મિલાદ નિમિત્તે મસ્જીદો- દરગાહોને આકર્ષક શણગાર
Next articleતંત્રની મનાઈ હોવા છતા મોટાભાગની જાન ટ્રક અને ટેમ્પામાં આવી!