સલમાનની કોરિયોગ્રાફર પર લાગ્યો સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ

1593

બોલીવુડમાં સલમાન ખાન જેવા સુપરસ્ટારને કોરિયોગ્રાફ કરી ચુકેલી એક કોરિયોગ્રાફર પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો છે. આ મહિલા ડાંસરની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાએ મોટા-મોટા સ્ટાર્સને ડાન્સ શિખવાડ્યો હોવાનો દાવો કર્યો છે. મહિલાનું નામ છે એગ્નેસ હેમિલ્ટન.

૫૬ વર્ષીય આ મહિલાની મુંબઈ પોલીસ પૂછતાછ કરી રહી છે. આ મહિલાએ જણાવ્યું કે, તેણે સુશાંત સિંહ રાજપુતન માટે પણ કોરિયોગ્રાફી કરી છે. સાથે તેણે ડેજી શાહને પણ કોરિયોગ્રાફી શીખવાડી છે. અગ્નેસનો દાવો છે કે, તે ગણેશ આચાર્ય અને પ્રભૂદેવાને આસિસ્ટ કરી ચુકી છે.

અગ્નેસ મુંબઈમાં ડાન્સ ક્લાસ ચલાવે છે. તેના ડાન્સ ક્લાસમાં કેટલીએ મોટી-મોટી હસ્તીઓના બાળકો અને મોડલ્સ આવે છે. ડાન્સ ક્લાસમાં આવતી છોકરીઓને તે દેહ વ્યાપાર કરવા માટે મજબૂર કરતી હતી. સાથે આ છોકરીઓને કોન્સર્ટના નામે ખાડી અને આફ્રિકી દેશોમાં વેશ્યાવૃત્તિ માટે મોકલતી હતી.

અહીં તેમની સાથે જબરદસ્તી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, પોલીસને આ મહિલા પાસેથી આપત્તિજનક ક્લિપો પણ મળી છે. આ મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે કેન્યા સરકારે એક મોડલને ડિપોર્ટ કરી ભારત મોકલી. મોડલે પોલીસને જણાવ્યું કે, અગ્નેસે તેણે કહ્યું હતું કે, કેન્યામાં એક કોન્સર્ટ છે.

Previous articleયૌન ઉત્પીડનની ફરિયાદમાં સુસ્મિતા સેનની તરફેણમાં નિર્ણય
Next articleએ.આર. રહેમાને પુરૂષ હોકી વર્લ્ડ કપનું શાનદાર પ્રોમો ટિઝર લૉન્ચ કર્યું