એક તરફ પાણીની શોર્ટેજ બીજી તરફ મોટાપાયે વેડફાટ

885

મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા વોટર પાર્ક નજીક છેલ્લા કેટલાક દિવસોથી નર્મદાની પાણીની પાઈપ લાઈન લીકેજ થઈ છે. જેના કારણે રોજ હજારો લીટર શુધ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં વરસાદ ઓછો થયો છે જેના કારણે પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે તંત્રની નિષ્કાળજીથી પાઈપલાઈનમાંથી સતત પાણી વહીને બગાડ થઈ રહ્યો છે.

મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નિષ્ફળ રહ્યો છે. વરસાદ ઓછો પડતાં સરકારે અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા છે.

તેવા સંજોગોમાં મહેસાણા-અમદાવાદ રોડ પર આવેલ વોટરપાર્ક નજીક થઈને પસાર થતી નર્મદા યોજનાની પાણીની પાઈપલાઈનમાં લીકેજ થતાં રોજ હજારો લીટર શુધ્ધ પાણી બહાર વહી રહ્યું છે. સતત પાણી નીકળી રહ્યું હોવાથી આસપાસના ખાડાઓમાં પાણીના પુષ્કળ પ્રમાણમાં વધારો થયો છે.

એક તરફ પાણી બચાવવા સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે. બીજી તરફ તંત્ર દ્વારા જ પાણીની તૂટેલી પાઈપલાઈનનું સમાર કામ તાકીદે ન કરવામાં આવતાં રોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

Previous articleમાણસામાં ઉભરાતી ગટરોથી નાગરિકોના આરોગ્યને જોખમ
Next articleદહેગામ ખાતે ૯૬ ખેડૂતોની બે હજાર કવીન્ટલ મગફળીની ખરીદી