સરકારી જિલ્લા પુસ્તકાલય, સેકટર-૨૧, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા. ૧૬મી નવેમ્બર, ૨૦૧૮ ના રોજ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનને સીનીયર સીટીઝન અને નિવૃત્ત મદદનીશ નિયામક (માહિતી ખાતું) ડાહ્યાલાલ એસ. ગાંધીના હસ્તે ખુલ્લુંં મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાર્થીઓને વ્યસન છોડવા, સ્વચ્છતા જાળવવી, ગૌરવશાળી ભારત રાષ્ટ્રના નિર્માણ માટે કાર્ય પોતાના થકી કરવું, જેવા સંકલ્પ લેવા અંગેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ પુસ્તક પ્રદર્શનનો ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લેવા તમામ વાચકો, વિધાર્થીઓ તેમજ ગાંધીનગરના નગરજનોને જિલ્લા ગ્રંથપાલ ર્ડા. જયરામ દેસાઇએ અનુરોધ કર્યો છે