કોંગ્રેસમાં કકળાટઃ ધાનાણી-ચાવડાની લડાઈમાં કાર્યકરો નિરાશ, કાર્યક્રમો નિરસ

1043

ગુજરાત કોંગ્રેસમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેના આંતરિક વિવાદમાં કોંગ્રેસના કાર્યકરો અને સંનિષ્ઠ આગેવાનો કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે.

માત્ર એટલું જ નહીં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધી રહ્યો છે. જેના કારણે કોંગ્રેસ દ્વારા આપવામાં આવતા કાર્યક્રમોમાં કાર્યકરો રસ દાખવતા નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અગાઉ કરતા વધુ બેઠકો મળી હતી છતાં પણ કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસ હજુ સુધી બેઠી થઈ શકતી નથી, જેનું મુખ્ય કારણ છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે નો વિખવાદ કારણભૂત કાર્યકરો માની રહ્યા છે કેમકે છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં અમિત ચાવડા એક હથ્થુ શાસન ચલાવી રહ્યા છે તો વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી ધારાસભ્યોનું એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે. જેના કારણે કોંગ્રેસ સંગઠન અને ધારાસભ્યો બે જૂથમાં વેચાઈ ગયા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ અમિત ચાવડાની નવી ટીમ બનાવવા માટેની પ્રક્રિયા પણ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે. પરંતુ આ ટીમમાં પણ જૂથબંધી હોવાને કારણે તેની ફરિયાદ હાઇકમાન્ડ સુધી પહોંચી હતી.

Previous articleભાજપાને રામ-રહિમમાં નહીં વોટબેંકમાં જ રસ : શક્તિસિંહ ગોહિલ
Next articleસરકારી પ્રાથમિક શાળાઓમાં આજથી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફરજિયાત