ગુજરાતના હાઈવે પર પણ વાયુસેનાના લડાકુ વિમાનો લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે.
યુધ્ધ જેવી કટોકટીમાં વાયુસેનાના લડાકુ વિમાનો ઉપયોગમાં લઈ શકે તે પ્રકારની હાઈવે એરસ્ટ્રીપ બનાવવાનુ સરકારે નક્કી કર્યુ છે. રાજ્યમાં સૌથી પહેલા આ પ્રકારની એર સ્ટ્રીપ દ્વારકા નજીકના ખંભાળીયા લીમડી નેશનલ હાઈવે પર જુવાનપુર પાસે બનશે.જેની લંબાઈ લગભગ ૫ કિમીની હશે.
માત્ર ગુજરાત જ નહી દેશના ૧૩ જેટલા હાઈવે પર આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. આ પહેલા ઉત્તર ગુજરાતમાં લખનૌ અને મથુરાના હાઈવે પર આવી સુવિધા ઉભી કરી ચુકાઈ છે અને વાયુસેનાના લડાકુ વિમાનો તેના પર લેન્ડિંગ કે ટચ ડાઉન કરી પણ ચુક્યા છે.
ગુજરાતમાં ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર દ્વારકા જિલ્લામાં ‘જવાનપર-દત્રાણા ગામ’ વચ્ચે ૫ કિ.મી. લંબાઇની ઇમરજન્સીપ લેન્ડિંગ સ્ટ્રિપ બનાવવાનું કામ ચાલુ કરેલું છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૮૩.૬૬ કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ ઇમરજન્સીટ લેન્ડિંગ એર સ્ટ્રિપ બનશે. દેશમાં જે ૧૧ જગ્યા પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જે ઇમરજન્સી લેન્ડિંટગ સ્ટ્રિપ બનાવવાની છે જેમાં ગુજરાત, રાજસ્થાન, બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, જમ્મુસ કાશ્મીર, ઓડીસાનો સમાવેશ થાય છે.
પ્રારંભિકે તબક્કેે દેશમાં જુદા-જુદા ૨૯ માર્ગોની પસંદગી કરી તેના પર ઇમરજન્સી લેન્ડિં્ગ સુવિધા નિર્માણ કરવા અંગે ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરવામાં આવેલો હતો.
ફિઝિબિલિટી સ્ટડીના આધારે ૧૩ માર્ગો પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા નિર્માણ શક્ય જણાયું છે. આ ૧૩ પૈકી ૨ માર્ગો જુદી-જુદી રાજ્ય સરકારો હસ્તકના છે, જ્યારે બાકીના ૧૧ સ્થળો નેશનલ હાઇવે ઓથોરિટી હસ્ત કના છે
ઇમરજન્સી લેન્ડિેંગ માટે એર સ્ટ્રિપની વ્યવસ્થા વિકસાવવા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇન્ડિનયન એરફોર્સનું એક ઇન્ટ ર મિનિસ્ટ્રિઅલ કો-ઓર્ડિનેશન ગ્રૂપ બનાવવામાં આવેલું છે. જે સ્થ ળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ઇન્ડિાયન એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંયુક્ત ઇન્પેક્શન ગોઠવી સ્થરળ નક્કી કરવામાં આવેલા છે.