ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર તા.૦૯/૧૨ના રોજ મતદાન થનાર હોવાથી આજે તા. ૧૮/૧૧ના રોજ મતદાર જાગ્રુતિ અંતર્ગત મ. ન. પા. ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આઈ. સી. ડી. એસ. શાખા દ્વારા ટાઉન હોલ ખાતે યોજાયેલ એક મહિલા રેલીને ૧૦૫-ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી ગોવાનીએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ આ રેલી હલુરીયા ચોક થઈ ને એ. વી. સ્કુલના મેદાનમાં માનવ સાંકળ સ્વરૂપે પરિવર્તિત થઈ હતી. આ રેલીમાં પોસ્ટર,બેનર પ્લેકાર્ડ દ્વારા મતદારોને જાગ્રુત કરવાના પ્રયાસો કરાયા હતા. તંદુરસ્ત લોકશાહી માટે વધુમાં વધુ લોકો મતદાન કરે અને ખરા અર્થમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે મુજબના સંદેશાઓ પણ શહેરીજનો ને રૂબરૂ અપાયા હતા. ફેસ ટુ ફેસ અને માઉથ ટુ માઉથ મતદારોને જાગ્રુત કરવાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરાયા હતા. લોકશાહી લોકોથી, લોકો થકી અને લોકો વડે ચાલતી શાસન પ્રણાલી છે તેથી ખુબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેવો સુર આ કાર્યક્રમમાં વ્યક્ત કરાયો હતો. મહિલાઓએ મતદાર જાગ્રુતિના સુત્રો પોકાર્યા હતા.
આ રેલીમાં સ્વીપના નોડલ અધિકારી, પ્રાથમિક શાસનાધિકારી, શિક્ષિકાઓ, આંગણવાડીની વર્કર, હેલ્પર, મધ્યાન્હ ભોજન યોજનાની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.