૨૦૦૨ના ગુજરાત રમખાણોના કેસમાં વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ક્લિનચિટ આપવાના મુદ્દે ચૂકાદાને પડકારનાર અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ મામલે ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટની નિયુક્ત એસઆઇટીના તપાસ રિપોર્ટમાં પીએમ મોદી અને ૫૯ અન્ય લોકોને ક્લિનચિટ આપવાના ચૂકાદાને યથાવત રાખતા ૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી નરસંહાર કેસમાં ઝાકિયા જાફરીની અરજીને નકારી કાઢી હતી. સાથે જ તેમને આગળની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં જવા માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. ઝાકિયાએ પાંચ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને પણ નકારી કાઢવાની અપીલ કરી છે.
એએમ ખાનવિલ્કર અને દીપક ગુપ્તાની ખંડપીઠે ગુજરાત રમખાણોમાં મૃત્યું પામેલા પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની પતિ ઝાકિયાની અરજીને સ્વિકાર કરતાં કહ્યું કે ખંડપીઠે અત્યાર સુધી અરજીને વિસ્તારપૂર્વક જોઇ નથી. એટલા માટે આ કેસની સુનાવણી ૧૯ નવેમ્બરના રોજ થશે. ખંડપીઠે કહ્યું કે સંભવતઃ ઓફિસ રિપોર્ટમાં રજિસ્ટ્રી દ્વારા ખોટી જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન જાફરીના વકીલ સીયૂ સિંહે ૨૭, ફેબ્રુઆરી, ૨૦૦૨ અને મે ૨૦૦૨ દરમિયાન વ્યાપક કાવતરા અંગે નોટીસ જાહેર કરવાની અપીલ કરી. તો બીજી તરફ ગુજરાત સરકારના વકીલ સીએસ વૈદ્યનાથને આ દલીલનો વિરોધ કરતાં કહ્યું કે આ અલગ કેસ છે અને તેને અન્ય ક્રિમીનલ અપીલો સાથે જોડી ન શકાય. તેમને નોટી જાહેર કરવાની દલીલનો પણ વિરોધ કર્યો.