હુમલામાં પાકિસ્તાની ગ્રેનેડનો ઉપયોગ : તપાસ સંસ્થા

1000

અમૃતસરનાં રાજસાંસી વિસ્તારમાં એક ધાર્મિક ડેરા પર રવિવારે થયેલા ગ્રેનેડ હૂમલાની તપાસ કરી રહેલ સુરક્ષા એજન્સીઓને મહત્વનો પુરાવો મળ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ હૂમલામાં જે ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, તે એચઈ-૩૬ સીરીઝનો છે. આ પ્રકારનાં ગ્રેનેડ પાકિસ્તાની લશ્કર જ ઉપયોગ કરે છે. આ એક હેન્ડ ગ્રેનેડ છે જે ફેંકવામાં આવ્યા બાદ ધુમાડો છોડે છે અને પછી જોરદાર વિસ્ફોટ થાય છે. બીજી તરફ આતંકવાદી હુમલા મુદ્દે ગૃહમંત્રાલયમાં એક મહત્વની બેઠક યોજાઇ રહી છે. તેમાં રૉ અને આઇબી સહિત ગૃહમંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હૂમલામાં ૩ લોકોનાં મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. સુત્રો અનુસાર હૂમલા પાછળ કોઇ નવા આતંકવાદી સંગઠનનો હાથ હોઇ શકે છે.

બીજી તરફ તપાસ એજન્સીઓનાં મહત્વનાં પુરાવા મળ્યા બાદ હવે હૂમલાનાં તાર પાકિસ્તાન સાથે જોડાઇ રહ્યા છે. બીજી તરફ આ મુદ્દે પંજાબ અને જમ્મુ કાશ્મીરની બોર્ડર પર નવું હાઇએલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. દ્ગૈંછની ૩ સભ્યોની ટીમ ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ સરકાર દ્વારા હુમલાખોરોની ભાળ આપનાર વ્યક્તિને સરકારે ૫૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. હુમલા બાદ સમગ્ર પંજાબ ઉપરાંત દિલ્હી અને હરિયાણા પોલીસ પણ એલર્ટ પર છે. અગાઉ પણ સુરક્ષા એજન્સી દ્વારા ૬ આતંકવાદી પંજાબ બોર્ડરથી ઘુસ્યા હોવાની તથા તેઓ દિલ્હી તરફ આગળ વધી રહ્યા હોવાનું એલર્ટ આપવામાં આવ્યું હતું. પંજાબમાં અમૃતસરના રાજા સામસી વિસ્તારના એક ધાર્મિક  બેરા ઉપર આજે કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં ૨૦થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. મોતનો આંકડો વધે તેવી દહેશત દેખાઈ રહી છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલી રહી છે. આ બ્લાસ્ટ બાદ પંજાબના તમામ શહેરો સહિત વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. રાજા સામસી ગામના નિરંકારી ભવનમાં બપોરે બુરખાધારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ બે ગ્રેનેડો ઝીંક્યા હતા. ગ્રેનેડ ઝીંક્યા બાદ મોટરસાયકલ પર આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. નિરંકારી સમુદાયના લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને કાર્યક્રમમાં સેંકડો લોકો ઉપસ્થિત હતા. પોલીસ અને વહીવટી અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે તરત હાથ ધરવામાં આવી હતી. હાલમાં જ પંજાબમાં આતંકવાદીઓ ઘુસી ગયા હોવાના અહેવાલ આવ્યા હતા જેના લીધે પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ મજબૂત રાખવામાં આવી હતી છતાં આજે નિરંકારી ભવનમાં બુરખાધારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ કઈરીતે હુમલો કર્યો તેને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous articleપાટીદારોને અનામત મુદ્દે CM રૂપાણીનું મોટું નિવેદન, કહ્યું મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ફોર્મૂલા મંગાવી કરીશું અભ્યાસ
Next articleછત્તીસગઢમાં હાઇ વોલ્ટેજ બીજા ચરણના મતદાનને લઇને ઉત્સાહ