દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકે જાણીતા ઇન્દિરા ગાંધીની જન્મજયંતિના પ્રસંગે દેશના લોકોએ તેમને યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૦૧મી જન્મજ્યંતિએ સંસદ ગૃહમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પહેલા તેમના સ્મારક ઉપર જઇને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીની જન્મજ્યંતિના દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હત કે ઇન્દિરા ગાંધીએ હમેશા ધર્મને લઇને ભારતને વિભાજિત કરતા લોકોનો વિરોધ કર્યો હતો. લોખંડી મહિલા તરીકે ઇન્દિરા ગાંધીની ગણતરી કરવામાં આવતી હતી. તેમના સમગ્ર શરીરને લોખંડી શક્તિઓ રહેલી હતી. તેમની લાઇફ સાહસી હતી. ઇન્દિરા ગાંધીના જીવન અને સિદ્ધિઓ ઉપર આયોજિત ફોટો પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ઇન્દિરા ગાંધી ખુબ જ શક્તિશાળી નેતા હતા. ૧૯મી નવેમ્બર ૧૯૧૭ના દિવસે જન્મેલા ઇન્દિરા ગાંધી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પુત્રી હતા. ઇન્દિરા ગાંધી ૧૯૬૬થી ૧૯૭૭ અને ત્યારબાદ ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ સુધી તેમની હત્યા સુધી ૧૯૮૦થી વડાપ્રધાન રહ્યા હતા. ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકેની અવધિમાં ગ્રીન ક્રાંતિ લાવી હતી. સાથે સાથે બાંગ્લાદેશની રચના તેમના ગાળા દરમિયાન થઇ હતી. ૧૬ વર્ષ દેશનું નેતૃત્વ કર્યું હતું. ગરીબી નાબૂદી, આતંકવાદ, યુદ્ધની તકલીફોનો સામનો કર્યો હતો. તમામ પડકારોને સફળતાપૂર્વક પાર પાડીને ભારતને મજબૂત કરવામાં અને સમૃદ્ધ બનાવવામાં ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશની રચના તેમના લીધે જ થઇ હતી. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને અન્ય નેતાઓ પણ હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમની જન્મજ્યંતિના દિવસે તેમના સ્મારક ઉપર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્દિરા ગાંધીને ટિ્વટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીના વિચારો અને નિર્ણાયક કાર્યો પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને વધુ શક્તિશાળી વ્યક્તિ બનાવે છે.