શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ૨૪ અને ૨૫ નવેમ્બર અયોધ્યા જવાની તૈયારીમાં છે. રવિવારે મુંબઈમાં શનિસેના ભવનમાં ઉદ્ધવ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈને પાર્ટીની બેઠક થઈ હતી. બેઠકમાં નક્કી થયું કે શિવસેનાના ૧૦૦ નેતા અને ૫૦ હજાર કાર્યકર્તાઓ અયોધ્યા જશે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે રામ મંદિર પર એક નવું સૂત્ર આપીને મંદિર નિર્માણની માગ કરી છે. બેઠક બાદ પત્રકાર પરિષદમાં ઉદ્વવ ઠાકરે નવું સૂત્ર આપ્યું કે દરેક હિન્દુનો આજ પુકાર, પહેલા મંદિર પછી સરકારઆ પહેલ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે જો એનડીએ સરકાર તીન તલાક પર પ્રતિબંધ લગાવવા માટે અધ્યાદેશ લાવી શકે છે.
તો પછી દેશ માટે ગૌરવનો વિષય રામ મંદિરના નિર્માણની અવરોધો હટાવવા માટે આ રસ્તો કેમ નથી અપનાવતી. તેમણે કહ્યું હતું કે ૨૦૧૪માં ભાજપા સત્તામાં લાવવામાં મદદ કરનારી આરએસએસએ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવવા માટે નિષફળ રહેવા માટે એનડીએ સરકારને હટાવી દેવી જોઈએ.