અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ કોવાયા દ્વારા ૬ ગામોના સરપંચો નર્મદા સિમેન્ટ યુનિટ તેમજ પત્રકાર મિત્રોનો સ્નેહમિલન કાર્યક્રમ શાનદાર રીતે કપંનીના (સીઈઓ એન્ઢ ઈપી) ગોપીકા પ્રસાદ તિવારીના અધ્યક્ષ સ્થાને સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો.
અલ્ટ્રાટેક આદીત્ય બિરલા ગુજરાત સિમેન્ટ દ્વારા ૬ ગામોની પંચાયત બોડીના તમામ સદસ્યો નિર્મદા સિમેન્ટનો તમામ સ્ટાફ તેમજ પત્રકાર મિત્રોમાં કનુભાઈ વરૂ, અમરૂભાઈ બારોટ, જયદેવભાઈ વરૂ, સુમરાભાઈ વાધ, મનસુખભાઈ વાઘેલા સહિતને શાલ ઓઢાડી સન્માનીત સાથે નવા વૃષના પ્રથમ સ્નેહમિલનનો કાર્યક્રમ અલ્ટ્રાટેક આદિત્ય બિરલા ગુજરાત સિમેન્ટના હેડ (સીઈઓ એન્ડ ઈપી) ગોપીકા પ્રસાદ તિવારીના અધ્યક્ષ સ્થાને તેમજ નર્મદા સિમેન્ટના તમામ પદાધિકારીઓ સાથે યોજાયો જેમાં ગુજરાત સિમેન્ટ કોવાયાના અધિકારીઓ ભાનું કુમાર પરમા (એફએચ. એચઆર) વિવેકા ખોસલ (એફએચ) એન્ડ માઈન્સ, મી. સદાનંદજી (એફ.એચ.ટીપીપી), યોગેશકુમાર ભટ્ટ (એફ.એચ. એફ એન્ડ સી) ભરતભાઈ પટેલ યનુટિ હેડ, વિનોદ શ્રીવાસ્તવ (એચઆર), કુછવાહા તેમજ શેખભાઈ સહિત (કોવાયા) યુનિટીના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટના દીલીપકુમાર મિશ્રાજી સાકરીયાભાઈ, ફાલ્ગુનીબેન સહિત નર્મદા સિમેન્ટ કંપનીના તમામ અધિકારીગણ કર્મચારીઓ સહિતની હાજરી સાથે ૬ ગામો જેવા કે કોવાયાના સરપંચ સહિત તમામ પંચાયત સભ્યો તેમજ ભાંકોદર સરપંચ સાદુળભાઈ સહિત તમામ પંચાયત સદસ્યો, વારાહ સ્વરૂપ સરપંચ સનાભાઈ સહિત તમામ સદસ્યો, બાબરકોટ સરપંચ અનકભાઈ સહિત તમામ સદસ્યો તેમજ વાંઢ, મીતીયાળા, સહિત ૬ ગામો અને જાફરાબાદ તાલુકાના શિયાળભેટથી સરપંચ શીવાભાઈ શિયાળ, સરમણભાઈ શિયાળ સહિત તમામ પંચાયત બોડીના સદસ્યોને સાલ ઓઢાડી સન્માનીત કરાયા તેમજ હસી ખુશીનો કલાકાર દ્વારા કાર્યક્રમ યોજાયો તેમજ કંપની ગોપીકા પ્રસાદ દ્વારા ૬ ગામોમાં નાળીયેરીના રપ,૦૦૦ વૃક્ષો વાવાનો સંકલ્પ જાહેર કરાયો.