દામનગર શહેરની નંદીશાળાના યુવાનો દ્વારા તાજેતરમાં જ અબોલ જીવો માટે યાચિકા સાથે સામાજિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સંતોની મુલાકાત લીધી અને દામનગર શહેરમાં ચાલતી નંદીશાળા દ્વારા રસ્તે રઝળતા બળદોની સેવા પ્રવૃત્તિની વિગતો જણાવી હતી.
દામનગર શહેરના યુવાનો દ્વારા નંદીશાળામાં સારી રીતે બળદોની સેવા દર્શાવી હતી પાળીયાદ વિસામણ ભક્તની જગ્યાના જ્યૂભાઈ અને દુધરેજ વડવાળા દેવ મંદિરના મહંત કણીરામબાપુ ઉદારદિલ દાતા લવજીભાઈ બાદશાહ ડી કે દેવાણી ભગવાનભાઈ નારોલા સહિતના મહાનુભવોની રૂબરૂ મુલાકાતો લીધી અને નંદીશાળાની પ્રવૃત્તિ અંગે યાસીક કરી અબોલ જીવની સુંદર સેવા અંગે જાણકારી મેળવી મદદ કરી હતી.