સાખડાસર ગામે શિવમહાપૂરાણ કથાના વિરામના દિવસે પૂજય સીતારામબાપુએ જયોર્તિલીંગોની પ્રાગટય કથા સાથે કલિકાલમાં સુમિરન અને ધ્યાનની મહિમા સમજાવતા ઉપરોકત શબ્દો કહ્યા હતા ગામને શુભકામના પાઠવતાં કહ્યું કે શિવભક્તિથી સન્મતિ, શક્તિ અને સંમતિ સાત્વિક બની સદમાર્ગે વપરાય છે અને ભલાઈના ગુણ પ્રગટી સૌ સંપ અને સહકાર થકી પરસ્પર જીવનને ભવ્ય કરતાં દિવ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. રાગદ્વેષ, સ્વાર્થપણું છોડી સ્નેહથી રહેવાનું ધર્મ દ્વારા શીખવા મળે છે. સ્વધર્મ એટલે પોતાને જે કર્તવ્ય પાલન છે તે નિષ્ઠાથી ધર્મમાની ફરજ બજાવવી ધર્મ માત્ર પુજા કરે ક્રિયાકાંડ પુરતો નહિં પરંતુ કર્મમાં ધર્મ મળે અને ધર્મ દ્વારા સાચા ધર્મવૃત બની જીવનને ધન્ય બનાવીએ એમ કહી ગાંધીજી, ડોંગરે બાપાના જીવનના પ્રસંગો કહી, ગાંધીજીએ તો હરીચંદ્રનું નાટક જોઈ જીવન પરિવર્તન કરી તેમની આત્મકથાનું નામ જ સત્યના પ્રયોગો રાખ્યું અને દેશના રાષ્ટ્રપિતાનું બિરૂદ પામ્યા એજ રીતે ડોંગરેબાપા ગુરૂભક્તિ દ્વારા હજારો જીવોને ભાગવત વાણીથી ભગવદ્દમય અને પરોપકારી બનાવવાનું કાર્ય કર્યું. ગોરાકુંભારના વચન-નેક-ટેકથી પ્રભુને પધારતું પડયું. વૈનાથ, નાગનાથ, કાશી વિશ્વનાથ, રામેશ્વર અને પરોપકારની મુર્તિ ગૌત્તમ ઋષિએ દુર્જનોના ત્રાસથી તપ માર્ગ લઈ શિવને પ્રસન્ન કર્યા તે પ્રસંગે સાથેબ હેનો પણ શિવપુજા નિયમ પ્રમાણે કરી શકે તેમ કહી ધુશ્મા અને સુદેહાનો પ્રસંગ રસાળ શૈલીમાં વર્ણવી ધુશ્મેશ્વર મહાદેવ પ્રાગટય કથા કહી હતી.
અંતમાં ગુરૂમહિમા, ગુરૂ ચરણોમાં શ્રધ્ધા અને ભક્તિ બે પાંખો છે. ગુરૂએ અસ્તિત્વ છે તેને વ્યક્તિના રૂપમાં જોવાય નહિં આમ કહિ વેદ વ્યાસનું ચરિત્ર કહી ગુરૂવંદના કરી હતી અને દ્વાદશ જયોતિર્લિંગના આંબો ગાઈ, ગાન કરાવી સૌને શુભાષિશ સાથે શિવ તત્વ હૃદયસ્થ બનો એ સાથે કથાને વિરામ આપ્યો.