લાકડીયા પુલ નજીક છરીને અણીએ ટ્રક ચાલકને લૂંટી લેનાર ૩ શખ્સો ઝડપાયા

1983

ગત તા. ૧૧ના રોજ મોડીરાત્રીના લાકડીયા પુલ નજીક મોતીતળાવ જવાના રસ્તે ટ્રક ચાલકને રોકી છરીની અણીએ ૭૦ હજારની રોકડ તથા મોબાઈલની લૂંટ ચલાવી નાસી છુટેલા ૩ શખ્સોને આજે ભાવનગર એલસીબીએ રોકડ તથા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેવમોર ચોકમાં આવતાં હેડ કોન્સ. એમ.પી.ગોહિલને બાતમીરાહે હકીકત મળેલ કે, નજીરખાન મુરાદખાન મુસ્લીમ તથા તેનાં બે મિત્રો રહે.ત્રણેય કુંભારવાડા,નારી રોડ, ભાવનગર વાળાઓ ત્રણેય જણાં હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.નં.જીજે -૦૪-બીએન ૩૨૦૨માં ભાવનગર,ગંગાજળીયા તળાવ, ગંગા દેરી પાછળ,વિટકોસ બસ સ્ટેન્ડનાં બાંકડા પાસે આવીને ઉભા છે.આ ત્રણેય જણાં પાસે પૈસા તથા મોબાઇલો છે.જે તેઓએ ચોરી અથવા તો બીજી કોઇ રીતે લીધેલ હોય તેવું જણાય છે.આ ત્રણેયાં આ પૈસાથી કપડાં તથા બીજી ચીજવસ્તુઓ ખરીદવા ભાવનગર બજારમાં જવાનાં છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નજીરખાન મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૩ પાસેથી રોકડ રૂ.૧૭,૦૦૦/-, એમ.આઈ. કંપનીનો મોબાઇલ-૧, નોકિયા કંપનીનો મોબાઇલ-૧ તથા કાળા કલરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર  કિ.રૂ. ૩૦,૦૦૦/-,  વાહિદ અકબરભાઇ ચૌહાણ ઉ.વ.૧૯  પાસેથી વીવો કંપનીનો મોબાઇલ-૧  તથા રોકડ રૂ.૮,૦૦૦/-, તૌફિક રફિકભાઇ જુણેજા ઉ.વ.૨૦ પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ-૧ તથા રોકડા રૂ.૨૨,૫૦૦/- મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.

ઇસમોની પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત રોકડ રૂપિયા ગઇ તા.૧૧-૧૨/૧૧/૨૦૧૮નાં રાત્રીનાં એકાદ વાગ્યાનાં સમયે લાકડિયા પુલથી મોતીતળાવ જવાનાં પાકા નવા રોડ ઉપર મોગલમાંનાં મંદિર નજીકથી ટ્રક ડ્રાયવરને ઉભો રાખી લુંટ કરેલ હોવાનું જણાવેલ.જે ટ્રક ડ્રાયવર તૌફિક રફિકભાઇ જુણેજાનાં કહેવા પ્રમાણે ઉપરોકત લુંટ કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી તેઓનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા માટે તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યાં.

આ અંગે મેહુલભાઇ સાજણભાઇ ચોહલા રહે.કાળીયાબીડ તથા સાહેદ હિતેશભાઇ પેથાપુર ગામેથી ગઇ તા.૧૧નાં રોજ ભાવનગર આવતાં હતાં.ત્યારે ભાવનગર,મોતીતળાવ સ્મશાન પાસે મોગલમાતાનાં મંદીર નજીકથી અજાણ્યા બે માણસોએ ટ્રક ઉભો રખાવી તેઓને નીચે ઉતારી ગળે છરી રાખી રોકડ રૂ.૭૦,૦૦૦/- મોબાઇલ-૧ કિ.રૂ.૧૩,૦૦૦/- તથા  હિતેશભાઇનો મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૩,૦૦૦/-ની લુંટ કરી તેઓ લઇ આવેલ મો.સા. લઇ ભાગી ગયેલ હોવાની ફરિયાદ ગઇ તા.૧૫/૧૧/૨૦૧૮નાં રોજ દાખલ કરાવેલ હતી.

Previous articleલાલભા ગોહિલ, મિલન કુવાડીયા અને જયરાજસિંહની પ્રદેશ કોંગ્રેસમાં નિમણુંક
Next articleભાવ. જિલ્લામાંથી ૩ દિવસમાં ૪૪પ૭ કવિંટલ મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરાયો