ભાવ. જિલ્લામાંથી ૩ દિવસમાં ૪૪પ૭ કવિંટલ મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરાયો

1156

એ.પી.એમ.સી. ચિત્રા, ભાવનગર ખાતે આજે સાંજે ખરીદ માર્કેટીંગ સીઝન-૨૦૧૮-૧૯ અંતર્ગત મગફળી ખરીદ પક્રિયા બાબતે મુલાકાત લઇ માહિતી આપતા નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ ૫ ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે. મગફળી ખરીદ પક્રિયા તા. ૧૫/૧૧/૨૦૧૮ થી ૯૦-દિવસ સુધી રહેશે. ખરીદ પક્રિયામાં કુલ ૧૫૦નો સ્ટાફ નિયુકત કરાયેલ છે. મગફળી ગુણવતા ચકાસણી માટે ગ્રામ સેવક, નાયબ મામલતદાર-સહકાર, અને એ.પી.એમ.સી ના સ્ટાફ મળી કુલ-૫ ની સમિતિની રચના કરાયેલ છે. ગુણવતા ચકાસણી માટે કુલ-૧૦૦નો સ્ટાફ નિયુકત કરાયેલ છે. જિલ્લા કક્ષાએ મગફળીની ટેકાના ભાવે ખરીદી અને મોનિટરીંગ માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા મોનિટરીંગ સમિતિની રચના કરવામાં આવેલ છે. જિલ્લામાં દરેક ખરીદ કેન્દ્ર ઉપર બારદાન, વજન કાંટા, પ્રિંટેડ ફલેક્ષ ટેગ, સિલાઇ મશીન, મજુરો, ટ્રાન્સ્પોટેશન, સેમ્પલ બેગ, સેમ્પલ રિપોર્ટ વિગેરે બાબતોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સરકારની સુચના મુજબ મગફળી ખરીદ પક્રિયા ઝડપી બનાવવામાં આવેલ છે. ભાવનગર જિલ્લામાં તા. ૧૭/૧૧/૨૦૧૮ સુધીમાં કુલ ૧૭૫ ખેડુતોની ૪૪૫૭ ક્વિંટલ મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદાયેલ છે.   મગફળી ખરીદ પક્રિયાની મુલાકાતમાં પ્રાંત અધિકારી મીયાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી કોસંબી, ગોડાઉન મેનેજર તથા નિયુકત કરાયેલ સ્ટાફ હાજર રહ્યો હતો.

Previous articleલાકડીયા પુલ નજીક છરીને અણીએ ટ્રક ચાલકને લૂંટી લેનાર ૩ શખ્સો ઝડપાયા
Next articleદિવાળી વેકેશન પુર્ણ, શાળાઓ શરૂ