મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂર બિછાના પરથી ઊઠીને સાજી થઇને ફરીથી કામ પર ચડી ગઇ હેાવાની જાણકારી મળી હતી. એ છેલ્લાં બે સપ્તાહથી ડેંગ્યુ ફિવરનો ભોગ બની હતી.
એણે પોતાના ચાહકોનો સોશ્યલ મિડિયા પર આભાર માનતાં લખ્યું હતું કે હું ખરેખર લકી છું કે તમારા જેવા સતત પ્રેમ વર્ષાવતા ચાહકો મને મલ્યા છે. તમારા સૌૈની શુભેચ્છા અને પ્રાર્થના મને ફળી છે અને હું સાજી થઇને કામ પર ચડવા તૈયાર થઇ ગઇ છું. મારા પરિવારે પણ મને ખૂબ સરસ રીતે સાચવી હતી. ’લગભગ એક મહિનો સતત મારે આરામ લેવો પડયો. એ દરમિયાન હું ઘણા લાંબા સમય પછી મારા કુટુંબીજનો સાથે રહી શકી એનો પણ મને આનંદ છે. તમે સૌ સતત મારી તબિયતની ચિંતા કરતા રહ્યા હતા અને ઇન્ક્વાયરી કરતા રહ્યા હતા એ માટે હું તમારા સૌનો જાહેરમાં આભાર માનું છું’ એમ શ્રદ્ધાએ લખ્યું હતું.
છેલ્લે શ્રદ્ધાએ શાહિદ કપૂર સાથે શ્રી નારાયણ સિંઘની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ કરી હતી.