ગુજરાત ચૂંટણી : ભારે ઉત્સુકતાની વચ્ચે ભાજપની બીજી યાદી જાહેર

1118
guj19112017-6.jpg

ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચુંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. બીજી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ અનેક જગ્યાઓએ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ધારણા પ્રમાણે જ જમાલપુુર-ખાડિયામાંથી ભુષણ ભટ્ટ ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે નિકોલમાંથી જગદીશભાઈ પંચાલને ટિકિટ આપવામાં આવી છે. આવીજ રીતે વટવામાંથી પ્રદિપસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત પૂર્વમાંથી અરવિંદભાઈ શાંન્તીલાલ રાણાને ટિકિટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે ૧૭મી નવેમ્બરના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી દીધી હતી. એમ માનવામાં આવી રહ્યું હતું કે બીજી યાદી જાહેર કરવામાં એક-બે દિવસનો સમય લાગી જશે પરંતુ ભાજપે તમામને ચોંકાવીને આજે બીજી યાદી પણ જાહેર કરી હતી. ભાજપે આજે ૩૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.  આ યાદીમાં નિકોલમાંથી જગદીશભાઈ પંચાલને ટિકીટ આપવાની જાહેરાત કરી છે. નરોડામાંથી બલરામ ખુબચંદ થાવાણીને ટિકિટ આપવામાં આવી છે. 
જમાલપુર ખાડિયામાંથી ભુષણ ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.  આ બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ અને યાદીમાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. યાદીમાં ભાજપે તમામ સમુદાયને પુરતી તક આપવાના પ્રયાસ કર્યા છે. આ યાદીમાં જાતિગત સમીકરણો પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.ભાજપે પોતાની પ્રથમ યાદીમાં પણ તમામ સમુદાયને આવરી લીધા હતા.બીજી યાદીમાં પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે. પ્રથમ યાદીમાં ઉમેદવારો કયા સમુદાયના કેટલા છે તેના ઉપર ધ્યાન આપવામાં આવે તો પાટીદારોની સૌથી વધુ હતા.  બીજી યાદીને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. જો કે, ભાજપે હજુ સુધી પાટીદાર બહુમતિવાળા વિસ્તારોમાં હજુ પોતાના પત્તા સંપૂર્ણ પણે ખોલ્યા નથી. એમ માનવામાં આવે છે કે, ભાજપ આ વિસ્તારોમાં કોંગ્રેસના નિર્ણયનો ઇંતજાર કરશે. ભાજપને આશા છે કે, ટિકિટની ફાળવણીને લઇને જો કોંગ્રેસમાં અસંતોષની સ્થિતિ ઉભી થશે તો આનો ફાયદો થઇ શકશે. ભાજપે શુક્રવારે ૭૦ ઉમેદવારોની જે યાદી જાહેર કરી હતી તેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્રે નોધનીય છે કે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરના દિવસે  જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અટકળોનો અંત આવ્યો હતો. ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે થશે.

ભાજપની બીજી યાદી…
ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચુંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. બીજી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ અનેક જગ્યાઓએ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ધારણા પ્રમાણે જ જમાલપુુર-ખાડિયામાંથી ભુષણ ભટ્ટ ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે નિકોલમાંથી જગદીશભાઈ પંચાલને ટિકિટ આપવામાં આવી છે. આવીજ રીતે વટવામાંથી પ્રદિપસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપની બીજી યાદી નીચે મુજબ છે. 
ભુજ    નિમાબેન આચાર્ય 
ગાંધીધામ    માલતીબેન કે મહેશ્વરી
દાંતા    માલજીભાઈ કોદરવી
કાંકરેજ    કિર્તીસિંહ વાઘેલા
પ્રાંતિજ    ગજેન્દ્રસિંહ પરમાર
વટવા    પ્રદીપસિંહ જાડેજા
નિકોલ    જગદીશભાઈ પંચાલ
નરોડા    બલરામ ખુબચંદ્ર થાવાણી
જમાલપુર ખાડીયા    ભુષણભાઈ ભટ્ટ
ચોટીલા    જીણાભાઈ નાજાભાઈ ડેડવારિયા
ટંકારા    રાધવજીભાઈ ગડારા
વાંકાનેર    જીતુભાઈ ડાયાભાઈ સોમાણી
ગોંડલ    ગીતાબા જયરાજભાઈ જાડેજા
ધોરાજી    હરીભાઈ પટેલ
કાલાવડ    મુલજીભાઈ ડાયાભાઈ ઘૈયાડા
પોરબંદર    બાબુભાઈ બોખરીયા
કુતિયાણા    લખમણભાઈ ભીમાભાઈ ઓડેદરા
માણાવદર    નિતિનભાઈ વાલજીભાઈ ફલદુ
ઉના    હરીભાઈ બોધાભાઈ સોલંકી
લાઠી    ગોપાલભાઈ વસ્તરપરા
ખંભાત    મયુરભાઈ રાવલ
આંકલાવ    હંસાકુંબરબા રાજ
માતર    કેસરીસિંહ સોલંકી
સંતરામપુર    કુબેરસિંહ ડિડોર
મોરવા હડફ    વિક્રમસિંહ રામસિંહ ડિંડોર
ફતેપુરા    રમેશભાઈ ભુરાભાઈ કટારા
ઝાલોદ    મહેશભાઈ સોેમજીભાઈ ભુરીયા
દાહોદ    કનૈયાલાલ બચુભાઈ કિશોરી
ગરબાડા    મહેન્દ્રભાઈ ભાભોર
સંખેડા    અભેસિંહ મોતીસિંહ તડવી
ડભોઈ    શૈલેશભાઈ મહેતા
માંડવી    પ્રવિણભાઈ મેરજીભાઈ ચૌધરી
સૂરત પૂર્વ    અરવિંદભાઈ શાન્તીલાલ રાણા
ગણદેવી    નરેશભાઈ મગનભાઈ પટેલ
ધરમપુર    અરવિંદભાઈ પટેલ
કપરાડા    માધુભાઈ બાપુભાઈ રાઉત

Previous articleરામોલ અને નારોલ પોલીસ મથકમાં બોમ્બની અફવાઓ
Next articleખામીયુક્ત VVPATનો ઉપયોગ કરાશે નહીં, ચૂંટણીપંચની હાઈકોર્ટને ખાતરી