બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલિવૂડ અને રમતગમત ક્ષેત્રે દેશમાં સૌથી પ્રભાવશાળી હસ્તીઓ છે. આંતરરાષ્ટ્રીય ડેટા એનાલિટિક્સ કંપની યૂગોવની પ્રભાવશાળી હસ્તિઓની ઈન્ડેક્સ ૨૦૧૮માં આ વાત કરવામાં આવી છે. આ ઈન્ડેક્સ યૂગોવ દ્વારા ઓનલાઇન એકત્ર કરવામાં આવેલ આંકડાઓ પર આધારિત છે.
અધ્યયનમાં બોલિવૂડ અને રમતગમત ક્ષેત્રની ૬૦ હસ્તીઓને લઇ લોકોની ધારણાઓને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેમને શામેલ કરવામાં આવ્યા. ભારતમાં ૧,૯૪૮ પ્રતિભાગિયોએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો. અધ્યયનમાં કલાકારો અને ખેલાડીઓના ક્ષેત્રમાં પ્રભાવ, જાગરૂક્તા, સમાનતા વગેરેને પારખવામાં આવ્યા.
આ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય સેવાઓ એવં પ્રસાધનો, ટેક્નોલોજી/વાહનો, ફેશન, એપરલ અને સંબંધિત વસ્તુઓ, ખોરાક, પીણાં અને મુસાફરી અને નાણાકીય સેવાઓને સામેલ કરવામાં આવ્યા. યૂગોવે એક નિવેદનમાં જણાવ્યું કે, ઉચ્ચ ૧૦ હસ્તિઓના લિસ્ટમાં બોલિવૂડ અભિનેતાઓ અને ખેલાડીઓનો દબદબો રહ્યો છે. જોકે, દીપિકા પાદુકોણ સર્વશ્રેષ્ઠ સ્થાન બનાવવામાં સફળ રહી છે. દીપિકા પાદુકોણ બોલિવૂડ અને રમતગમત ક્ષેત્રે દેશમાં સૌથી પ્રભાવશાળી હસ્તીઓ છે. આંતરરાષ્ટ્રીય ડેટા એનાલિટિક્સ કંપની યૂગોવની પ્રભાવશાળી હસ્તિઓની ઈન્ડેક્સ ૨૦૧૮માં આ વાત કરવામાં આવી છે. આ ઈન્ડેક્સ યૂગોવ દ્વારા ઓનલાઇન એકત્ર કરવામાં આવેલ આંકડાઓ પર આધારિત છે.