બોક્સર  મેરીકોમે મહિલા વિશ્વ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં એન્ટ્રી કરી

1595

ભારતની સુપરસ્ટાર અને પાંચ વખતની ચેમ્પિયન મેરી કોમ (૪૮ કિલો)એ મંગળવારે અહીં ચાલી રહેલી ૧૦મી એઆઈબીએ મહિલા વિશ્વ ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં પ્રવેશ કરીનો ૭મો મેડલ પાક્કો કરી લીધો છે. યુવા બોક્સર મનીષા મૌન (૫૪ કિલો)નો ૨૦૧૬ વિશ્વ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા સ્ટોયકો પૈટ્રોવા સામે ૧-૪થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમે દિવસની શરૂઆત ચીનની યૂ વુ પર ૫-૦ (૩૦-૨૭, ૨૯-૨૮, ૩૦-૨૭, ૨૯-૨૮, ૩૦-૨૭)થી શાનદાર જીત સાથે કરી, હવે તે ગુરૂવારે ઉત્તર કોરિયાની હયાંગ મિ કિમ સામે ટકરાશે. જેને તેણે ગત વર્ષે એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવી હતી. લંડન ઓલંમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે પોતાના અંદાજમાં રમતા ચીની બોક્સરને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો.

વિશ્વ ચેમ્પિયનશિપમાં છ મેડલ જીતી ચુકેલી મેરી કોમ આત્મમુગ્ધ બનવાથી બચવા માંગે છે અને એકવારમાં એક મેચ પર ધ્યાન આપી રહી છે. તેણે મેચ બાદ કહ્યું, આ સરળ પણ ન હતો અને કઠિન પણ ન હતો. હું રિંગમાં ધ્યાન ભંગ થવા દેતી નથી, જેનાથી ફાયદો મળે છે. હું તેને જોઈને તેની વિરુદ્ધ રમી રહી હતી. ચીનની બોક્સર ખૂબ મજબૂત છે, પરંતુ તેની વિરુદ્ધ આ મારો પ્રથમ મુકાબલો હતો.

Previous articleસિક્સર ક્વીનઃ હરમનપ્રીતે માર્યો મહિલા વિશ્વ કપનો સૌથી લાંબો છગ્ગો
Next articleઆજે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રથમ ટી-૨૦ જંગ થશે