અફઘાનની રાજધાની કાબુલમાં બૉમ્બ બ્લાસ્ટ, ૪૦નાં મોત

627

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં ૪૦ લોકોનાં મોત થયાં છે. અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટ એક હૉલમાં થયો હતો. પીડી૧૫ જિલ્લામાં ઉરાનુસ હૉલમાં થયેલા આ બ્લાસ્ટમાં લગભગ ૬૦ જેટલાં લોકો ઘાયલ થયાં છે. હાલ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

સરકારી પ્રવક્તાના કહેવા મુજબ પ્રાથમિક માહિતી પ્રમાણે સ્યૂસાઇડ બૉમ્બર દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ દ્વારા અફઘાનિસ્તાનમાં વારંવાર હુમલાઓ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા વાહિદ મજરોહના કહેવા પ્રમાણે આ બ્લાસ્ટ થયો ત્યારે કેટલાક મુસ્લિમ ધર્મ ગુરુઓ ઉલેમા કાઉન્સિલમાં એકઠા થયા હતા. ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપના કહેવા પ્રમાણે ગયા ઑગસ્ટ મહિનામાં થયેલા બે બૉમ્બ બ્લાસ્ટમાં તેમનો હાથ હતો. જેમાં ડઝનથી પણ વધારે લોકોનાં મોત થયાં હતાં. ઑક્ટોબર મહિનામાં યોજાયેલી ચૂંટણી વખતે પણ અનેક લોકોનાં મોત થયાં હતાં.

Previous articleદિલ્હીમાં પકડાયો હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી, એરપોર્ટ પરથી ધરપકડ
Next articleનોટબંધી ભ્રષ્ટાચારનો નાશ કરનારૂ ઝેર હતું : મોદી