નોટબંધી ભ્રષ્ટાચારનો નાશ કરનારૂ ઝેર હતું : મોદી

650

ઝાબુઆમાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ નોટબંધી પર કહ્યું કે, આ દેશને ભ્રષ્ટાચારે બર્બાદ કર્યો છે. દરેક કામ માટે લોકો પૈસા માંગતા રહેતા હતા, વગર પૈસે કોઇ કામ કરતું નહોતું, તો આ દેશને આ બિમારીથી બહાર નીકળવું જોઇએ. ઉધઇ લાગે ત્યારે ઝેરી દવા નાખવી પડે છે, હિન્દુસ્તાનમાં કોંગ્રેસના કાલખંડમાં એવો ભ્રષ્ટાચાર વધી ગયો કે નોટબંધી જેવી કડક દવાઓનો ઉપયોગ કરવો પડ્યો. આજે મોદીની તાકાત જોઇને પાઇ-પાઇ બેંકોમાં જમા કરાવવા મજબૂર બન્યા છે. આજે દેશમાં જે ઘર, સ્કૂલ, હોસ્પિટલ બની રહ્યા છે, તે તમામ પૈસા પહેલા લોકો તકીયા નીચે છૂપાવીને રાખતા હતા અને જ્યારે બહાર નિકળ્યા ત્યારે વિકાસના કામમાં આવી રહ્યા છે.

તેનાથી કોંગ્રેસને મુશ્કેલી પડી રહી છે. તે ચાર દિવાલો ઉભી કરતા રહ્યા અને અમે ઘર બનાવતા રહ્યા. અમે મોટી સંખ્યામાં બેઘર લોકોને રહેવા માટે ઘરો આપ્યા. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અમારી વિરુદ્ધ એટલા માટે છે કારણ કે અમે ૫૦ વર્ષથી લૂંટવાની આદત પડી ગઇ હતી, એટલા માટે તે પરેશાન છે.

તેમણે કહ્યું કે, અમારો સંકલ્પ છે કે દેશમાં એક પણ ગરીબ એવો ન હોવો જોઇએ કે તેની પાસે પોતાનું પાકું ઘર ના હોય. અમે એવા ઘરો બનાવીને આપી રહ્યા છે જે ઘરમાં નળ પણ હશે, નળમાં પાણી પણ હશે, ઘરમાં વિજળી પણ હશે, શૌચાલય પણ હશે અને ઘરમાં જમવાનું બનાવવા માટે ગેસ કનેક્શન પણ હશે. અગાઉ સોમવારે ઈન્દિરા ગાંધીની જયંતી અવસરે આયોજિત કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું હતું કે, અમુક લોકો કામ કરે છે અને અમુક લોકો શ્રેય લે છે. સોનિયાએ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે ક્યારેય પોતાનો પ્રચાર નથી કર્યો. તેમણે ક્યારેય કોઇ કામનો શ્રેય લીધો.

આયુષ્યમાન ભારતની વાત કરતા તેમણે કહ્યું કે, અમે આયુષ્યમાન યોજના બનાવી, ગરીબ જે બીમાર છે, ડોક્ટરની પાસે જશે, તેમનો મોટો ખર્ચ થશે. કિડની ખરાબ છે, હ્રદયની બિમારી છે તેની સારવાર કરાવવામાં લાખો રૂપિયા ખર્ચ થઇ જશે. અમે ગરીબો માટે આયુષ્યમાન ભારત લઇને આવ્યા છીએ. હવે ગરીબો સારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. ગરીબોની સારવાર અને ઓપરેશનનો ખર્ચો સરકાર આપશે.

મોદીએ વધુમાં કહ્યું કે, અમારો મંત્ર છે બાલક-બાલિકાઓ માટે અભ્યાસ, યુવાઓ માટે રોજગારી, ખેડૂતો માટે સિંચાઇ અને બુઝૂર્ગો માટે દવાઈપ મુદ્રા યોજના અંતર્ગત આપણા દેશના યુવાનોને પોતાના પગભર રહેવાની તાકાત આપીલ છે. એક નવો આત્મવિશ્વાસ આપ્યો છે. કોંગ્રેસ સરકારે ૫૦ વર્ષમાં કંઇ કર્યું નથી. તે કાર્ય શિવરાજ સિંહજીની સરકારે ૧૫ વર્ષમાં કરી બતાવીયું. એક જમાનો હતો જ્યારે વિકાસનો મતલબ હતો માટી નાખો અને તેને રસ્તો સમજો, આજે તે જમાનાને અમે બદલી નાખ્યો છે.

Previous articleઅફઘાનની રાજધાની કાબુલમાં બૉમ્બ બ્લાસ્ટ, ૪૦નાં મોત
Next articleમહારાષ્ટ્રના વર્ધામાં આર્મી ડિપોમાં બ્લાસ્ટ, છનાં મોત