મહારાષ્ટ્રના વર્ધા સ્થિત સેનાના આર્મી ડિપોમાં આજે સવારે એકાએક થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. બ્લાસ્ટમાં એક ડઝનથી વધારે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. જના વિસ્ફોટકોને નષ્ટ કરવાની પ્રક્રિયા વેળા આ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણઁ ભારે અફડાતફડી મચી ગઇ હતી. વર્ધામાં પુલગામ આર્મી ડિપોમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. પાયરિંગ ડિપોમાં થયેલા આ બ્લાસ્ટના સકંજામાં છ લોકો આવી ગયા હતા. એક ડઝનથી વધારે લોકો ઘાયલ પણ થયા છે.
જુના વિસ્ફોટકોને ખસેડતી વેળા આ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થયો ત્યારે સવારમાં શિફ્ટમાં કામ કરનાર લોકો હતા. આશરે ૪૦થી વધારે લોકો ત્યાં હતા. વર્ધાથી આશરે ૧૭ કિલોમીટરના અંતરે સ્થિત ડિપોમાં બ્લાસ્ટ થતા તંત્ર પણ હચમચી ઉઠ્યુ છે. જો કે આમાં વહીવટી તંત્રની લાપરવાહી પણ સપાટી પર આવી છે. હાલમાં વિસ્ફોટકો પર કેમિકલ નાંખને તેમને ઠંડા રાખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ઘટનાસ્થળે પહોંચી ગયેલા અધિકારઓ દ્વારા સમગ્ર બ્લાસ્ટના મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોના સંબંધમાં પણ વધારે માહિત મળી શકી નથી. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે તરત જ ખસેડી લેવામાં આવ્યા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા રહી હત. સેનાના ડિપોમાં અગાઉ પણ આગ અને બ્લાસ્ટની ઘટના બનતી રહી છે.